Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

કોરોના વાયરસથી બીજી લહેર બાદ કોરોના સામે જંગ જીતનાર દર્દીઓના માથાના વાળ ઉતરવાના કિસ્સાઓ બહાર આવવા લાગ્યા

એમ.ડી. ડર્મેટોલોજીસને ત્યા માથાના વાળની સારવાર કરવા આવનાર દર્દીઓની સંખ્યામાં થયો અચાનક વધારો

કોરોના વાયરસની બીજી લહેરમાં ઘણા લોકોએ પોતાની જીંદગી ગુમાવી છ. તો બીજી બાજુ જે લોકોએ કોરોનાને મ્હાત આપી છે તેવા લોકોને ઘણી એવી સાઈડ ઈફેક્ટ પણ જોવા મળી રહી છે. ફેફસા,હ્રદય પેટ જેવી તકલીફો થઈ હોય તેવા ઘણા કેસ આવ્યા હતા. ત્યારે હવે વધુ એક સાઈડ ઈફેક્ટ સામે આવી છે. જેમાં મોટા ભાગના દર્દીઓના વાળ ઉતારવાનું શરુ થઈ ગયું છે. એમડી-ડર્મેટોલોજિસ્ટને ત્યાં સરેરાશ રોજનાં 5થી 7 દર્દીઓ વાળ ઉતારવાની સ્મસ્યાને લઈ આવતા હોય છે.

કોવિડનાં એક મહિલા દર્દીએ જણાવ્યું કે, રોજે માથું ઓળતાં જેટલાં વાળ ઉતરતાં હતા તેનાથી દસગણા વાળ ઉતરવા લાગ્યા. શરૂઆતમાં મને લાગ્યું કે બોરનાં પાણીને લીધે વાળ ઉતરે છે. જોકે બાદમાં ડોક્ટરનો સંપર્ક કરતાં તેમણે કોવિડને લીધે ઉતરે છે તેમ જણાવ્યું હતું. મારે વાળનો જથ્થો ખૂબ હોઇ ક્યારેય ટાલ દેખાતી ન હતી. પરંતુ 15 દિવસમાં જ મારે ટાલ દેખાવા લાગી હતી. જેથી હું ગભરાઇ ગઇ હતી. જો કે ડોક્ટરે સારું થઇ જશે તેમ કહેતાં મને હાશકારો થયો હતો.

એક ડર્મેટોલોજિસ્ટે આ અંગે જણાવ્યું છે કે, વાળ ઉતારવાની ફરિયાદો છેલ્લા એક મહિનાથી સામે આવી રહી છે. દરરોજના અંદાજે 10 જેટલા દર્દીઓ આવતા હોય છે અને તેઓના પુષ્કળ વાળ ઉતરતા હોવાની ફરિયાદ કરતા હોય છે. કેટલાક કિસ્સામાં તો 60 ટકા સુધીનાં વાળ ઉતરી રહ્યાં છે. આ સ્થિતિને અમે ટેલોજન એફ્લુવિયમ તરીકે ઓળખીએ છીએ. કોવિડ દરમિયાન ભય, સ્ટ્રેસ, માંદગી, દવાને લીધે ડેમેજ થયેલા વાળ બે મહિને ખરવાનું શરૂ થાય છે.

(4:32 pm IST)