Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

નવી દિલ્હીમાં આજે રવિવારે સવારથી મેઘાવી માહોલ વચ્ચે વરસાદની શરૂઆત થઇ છે

હવામાન ખાતાએ આજે દિલ્હી - એન.સી.આર.માં વાવાઝોડા સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે

દેશની રાજધાની દિલ્હીમાં આજે રવિવારના રોજ સવારથી ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. દિલ્હીના લોકોને ભીષણ ગરમીમાંથી રાહત મળી છે. ત્યારે આઇએમડીએ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના લીધે ચેતાવણી આપી છે.

ભારતીય હવામાન વિભાગએ એલર્ટ જાહેર કરતાં કહ્યું કે આજે દિલ્હી-એનસીઆરમાં વાવાઝોડા સાથે હળવાથી ભારે વરસાદનું અનુમાન છે.

આઇએમડીના અનુસાર, દિલ્હી ઉપરાંત હરિયાણામાં પણ હળવાથી ભારે વરસાદ થઇ શકે છે. હરિયાણાના બહાદુરગઢ, ગોહાના, ઝઝર, રેવાડી, નૂહ, પલવલ, સોનીપત, રોહતક, પાનીપત, ગુરૂગ્રામ, માનેસર, ફરીદાબાદ અને બલ્લભગઢમાં વરસાદના અણસાર છે.

હવામાન વિભાગના અનુસાર ઉત્તર પ્રદેશમાં ગાજિયાબાદ, ઇંદિરાપુરમ, ચરખી દાદરી, છપરૌલા, ગ્રેટર નોઇડા, મુફજ્જરનગર, નોઇડા, મોદીનગર, રામપુર, મુરાબાદબાદ, સંભલ, અમરોહા, ગઢમુક્તેશ્વર, હાપુડ, પિલખુઆ, જહાંગીરબાદ, બુલંદશહેર, બરસાના, નંદગાંવ, નજીબાબાદ, બિજનૌર, મેરઠ અને દાદરીમાં ભારે વરસાદ પડી શકે છે.

આઇએમડીના અનુસાર રાજસ્થાનના કોટપુતલી, ખૈરથલ, તિજારા અને ડીગમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. વરસાદના બાદ તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

(4:33 pm IST)