Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

ટોકિયો ઓલિમ્પિકઃ પી.વી. સિંધુએ જીત્યો કાંસ્ય પદક :બે પદક જીતનાર ભારતની પ્રથમ મહિલા

પહેલી ગેમ 21-13થી અને બીજા રાઉન્ડમાં 21-15 સાથે જીત મેળવીને કાંસ્ય પદક જીત્યો

નવી દિલ્હી : બેડમિન્ટનની કાંસ્ય પદક માટેની સ્પર્ધામાં આજે પી.વી સિંધુનો મુકાબલો ચીનની ખેલાડી હી બિંગ જિયોઓ સાથે હતો. આ મુકાબલામાં પી.વી સિંધુએ પહેલી ગેમ 21-13થી જીતી હતી. પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે પી. વી સિંધુએ બીજા રાઉન્ડમાં 21-15 સાથે જીત મેળવીને કાંસ્ય પદક પોતાના નામે કર્યો હતો. આ જીત સાથે પી.વી. સિંધુ ઓલિમ્પિક રમતોમાં બે મેડલ જીતનાર પ્રથમ મહિલા બની છે

(6:14 pm IST)