Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

અસમ અને મિઝોરમના સીમા વિવાદમાં અમિતભાઇ શાહની એન્ટ્રી : વાતચીતથી વિવાદ ઉકેલવા કહેણ

સીમા વિવાદના અંતને લઈને બંને સરકાર વચ્ચે નવેસરથી વાતચીત

નવી દિલ્હી : મિઝોરમના મુખ્યમંત્રી જોરમથંગાએ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ અને અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા સાથે વાતચીત કરી. જેમા અસમ અને મિઝોરમ વચ્ચે જે સીમા વિવાદ ચાલી રહ્યો છે. તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર મામલે તેમણે કહ્યું કે વાતચીત કરીને સીમા વિવાદનો અંત લાવવામાં આવશે

  તેમણે મિઝોરમના લોકોને અપીલ કરી છે કે કોઈ પણ સંજોગોમાં પરિસ્થિતી બગડવી ન જોઈએ. સમગ્ર મામલે તેમણે ટ્વીટર પર ટ્વીટ કરીને લોકોને માહિતી આપી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ અસમના મુખ્યમંત્રી સાથે તેમની ટેલીફોન પર ચર્ચા થઈ. સાથેજ તેમણે એવું કહ્યું કે વાતચીત દ્વારા સીમા વિવાદનો અંત લાવવામાં આવશે.

સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે, કે સીમા વિવાદના અંતને લઈને બંને સરકાર વચ્ચે નવેસરથી વાતચીત કરવામાં આવી રહી છે. ગત 26 જુલાઈના રોજ અસમ અને મિઝોરમની સીમા પર હિંસા થઈ હતી. જે હિંસામાં અસમના 6 પોલીસકર્મી સહિત સાત લોકો માર્યા ગયા હતા. સાથેજ ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. 

બંને રાજ્યોએ આ હિંસા બાદ એકબીજાની સામે સમન્સ જાહેર કર્યું હતું. જેમા બંને રાજ્યોએ એકબીજાના સમન્સ સવીકાર પણ નહોતા કર્યા. આ મામલે મિઝોરમ દ્વારા ગંભીર આરોપો લગવામાં આવ્યા છે. જેથી અસમના મુખ્યમંત્રી હિંમંત બિસ્વા સરમા દ્વારા તપાસની માગ કરવામાં આવી છે

(6:16 pm IST)