Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

દેશમાં કોરોનાથી વધારે ૪૧૮૩૧ લોકો સંક્રમિત

છેલ્લા ૨૪ કલાકમાં ૫૪૧ દર્દીનાં મોત : ભારતમાં કુલ ૪૭ કરોડથી વધુ લોકોને કોરોના વેક્સીઝના ડોઝ અપાયા, કોવિડ રિકવરી રેટ ૯૭.૩૬ ટકા થયો

નવી દિલ્હી,તા.૧ : રવિવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૧,૮૩૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૫૪૧ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૧૬,૫૫,૮૨૪ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૪૭,૦૨,૯૮,૫૯૬ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના વાયરસ મહામારી સામે લડીને ૩ કરોડ ૮ લાખ ૨૦ હજાર ૫૨૧ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩૯,૨૫૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૩૬ ટકા છે. હાલમાં ૪,૦૫,૧૫૫ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૨૪,૩૫૧ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૩૧ જુલાઈ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૬,૮૨,૧૬,૫૧૦ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. શનિવારના ૨૪ કલાકમાં ૧૭,૮૯,૪૭૨ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોના કેસોની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૭ કેસ નોંધાયા છે. જેની સામે ૩૫ દર્દીઓ સાજા થયા છે. ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૭૬ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૫ ટકા છે. અત્યાર સુધીમાં ૩,૩૨,૬૬,૮૫૦ ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. શનિવારે કુલ ૩,૦૮,૬૪૭ વ્યક્તિઓનું રસીકરણ થયું છે. રાજ્યમાં જુલાઇ મહિના દરમિયાન વિક્રમજનક ૭૫,૦૬,૭૫૬ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. પ્રતિ મિલિયન રસીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે.

 

(7:32 pm IST)