Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

પત્રકારોને ફ્રન્ટ લાઈન વર્કર્સ તરીકે ઘોષિત કરાવો : 12 રાજ્યોએ પત્રકારો તથા મીડિયા કર્મચારીઓને ફ્રન્ટ લાઈન વર્કર્સ તરીકે માન્યતા આપી છે : બોમ્બે હાઇકોર્ટમાં મુંબઈ મરાઠી પત્રકાર યુનિયનની જાહેર હિતની અરજી

મુંબઈ : પત્રકારોને ફ્રન્ટ લાઈન વર્કર્સ તરીકે ઘોષિત કરાવવાની માંગણી સાથે મુંબઈ મરાઠી પત્રકાર યુનિયને બોમ્બે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. જેમાં જણાવ્યા મુજબ  12 રાજ્યોએ પત્રકારો તથા મીડિયા કર્મચારીઓને ફ્રન્ટ લાઈન વર્કર્સ તરીકે માન્યતા આપેલી છે .તે બાબતને ધ્યાને લઇ મહારાષ્ટ્ર સરકાર પણ પત્રકારો તથા મીડિયા કર્મીઓને ફ્રન્ટ લાઈન વર્કર્સ તરીકે ઘોષિત કરે .જેનો અમલ હજુ સુધી કરાયો ન હોવાથી હાઇકોર્ટમાં અરજી કરવાની ફરજ પડી છે.

અરજીમાં વિશેષમાં જણાવાયા મુજબ સરકારે સમગ્ર રાજ્યમાં ફોજદારી  કલમ 144 લાગુ કર્યા પછી, પત્રકારોને તેમની ફરજ નિભાવવામાં ભારે મુશ્કેલીઓ અને અડચણોનો સામનો કરવો પડ્યો હતો . કારણ કે તેમને આવશ્યક કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા ન હતા.સામે પક્ષે કોવિડ -19 મહામારી વચ્ચે મહત્વપૂર્ણ સમાચારો ભેગા કરવા અને પ્રચાર તથા પ્રસાર કરવો મીડિયા માટે જરૂરી બની ગયેલ છે.તેમજ લોકો સુધી અધિકૃત માહિતી પહોંચાડવા માટે પત્રકારોની ભૂમિકા મહત્વની છે.જયારે મુંબઈની લોકલ ટ્રેન માત્ર અનિવાર્ય સેવાઓમાં આવતા કર્મચારીઓ માટે જ હોવાથી પત્રકારોનો પણ આ સેવામં સમાવેશ કરવો જોઈએ.તેવી રજુઆત કરી હોવાનું તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(7:50 pm IST)