Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ઝારખંડ કેશ કાંડમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આકરી કાર્યવાહી :ત્રણેય ધારાસભ્યોને કર્યા સસ્પેન્ડ

કોંગ્રેસે ત્રણ ધારાસભ્યોના પકડાયા બાદ ભાજપ પર ઝારખંડમાં તેની ઝારખંડ મુક્તિ મોરચાની સાથે ગઠબંધનની સરકારને ઢાળી પાડવાનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી :કોંગ્રેસે ઝારખંડના તે ત્રણ ધારાસભ્યોને રવિવારે સસ્પેંડ કરી દીધા છે જેમની પાસેથી પશ્વિમ બંગાળના હાવડામાં કથિત રીતે ભારે માત્રામાં કેશ મળી આવી હતી. આ દરમિયાન પોલીસે પણ તે ધારાસભ્યોની ધરપકડ કરી લીધી છે. પોલીસે લાંબી પૂછપરછ બાદ કોંગ્રેસના આ ત્રણ ધારાસભ્યોને અરેસ્ટ કર્યા છે. તમને જણાવી દઇએ કે કોંગ્રેસે ત્રણ ધારાસભ્યોના પકડાયા બાદ ભારતીય જનતા પાર્ટી પર ઝારખંડમાં તેની ઝારખંડ મુક્તિ મોરચાની સાથે ગઠબંધનની સરકારને ઢાળી પાડવાનો આરોપ લગાવ્યો હતો.

અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC) મુખ્યાલયમાં પ્રેસ કોન્ફ્રેંસને સંબોધિત કરતાં પાર્ટીના ઝારખંડ પ્રભારી અવિનાશ પાંડેએ જાણકારી આપી કે કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધીએ ત્રણેય ધારાસભ્યોને તત્કાલ પ્રભાવથી સસ્પેંડ કરી દીધા છે.

સ્પેશિયલ ઇનપુટ મળ્યા બાદ પોલીસે શનિવારે એક એસયૂવીને રોકી હતી, જેમાં હાવડાના રાનીહાટીમાં કોંગ્રેસ ધારાસભ્ય ઇરફાન અંસારી, રાજેશ કચ્છપ અને નમન બિક્સલ કોંગારી નેશનલ હાઇવે-16 પર યાત્રા કરી રહ્યા હતા અને કથિત રીતે ગાડીમાં ભારે માત્રામાં કેશ મળી આવી હતી

પોલીસે જણાવ્યું કે એસયૂવીમાં ધારાસભ્યો ઉપરાંત બે અન્ય લોકો બેઠ્યા હતા. આ કારના એક બોર્ડ પર કોંગ્રેસના ચૂંટણીના ચિન્હની સાથે જ ‘ધારાસભ્ય જામતાડા ઝારખંડ’ લખ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે અંસારી જામતાડા, જ્યારે રાજેશ કચ્છપ રાંચી જિલ્લાના ખિજરી અને બિક્સલ કોંગારી સિમડેગા કોલેબિરાથી ધારાસભ્ય છે.

(9:21 pm IST)