Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૧૩

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

આવડત

‘‘વાસ્‍તવીક ધ્‍યાનમાં આવડતની જરૂર છે. કળાની નહી, સ્‍વયંસ્‍ફુરીત શાંતીમાં ઉતરવાની આવડત જો તમે દરરોજ ચોવીસ કલાકને જુઓ, તમને કેટલીક એવી ક્ષણો મળશે જેમાં તમે અચાનક જ શાંત થઇ ગયા આ ક્ષણો પોતાની જાતે જ આવે છે. આપણે તેને જોતા નથી.''

પહેલા તો આ શાંત ક્ષણો કયારે આવે છે તેના માટે સચેત થવાનું છે અને જયાર ે તેઓ આવે છે ત્‍યારે તમે જ કઇ પણ કરી રહ્યા છો તે બધુ જ બંધ કરી દો શાંતીથી જાઓ અને તે ક્ષણો સાથે વહેવા લાગો  અને તેઓ આવે છે.-તેઓ પ્રાકૃતિક છે. કેટલીક બારીઓ હમેશા તેની જાતે જ ખૂલી જાય છે. અને સૂર્યનો પ્રકાશ દાખલ થાય છે.

તેથી જુઓ... સવારમાં લાંબી ઉઘ પછી જયારે તમે તાજા છો દુનીયા ઉઠી રહી છે અને પક્ષીઓએ ગાવાનું શરૂ કર્યુ છે અને સુર્ય ઉગી રહ્યો છે. જો તમે આસપાસની ક્ષણોને અનુભવો એક અવકાશ તમારી અંદર ઉત્‍પન્‍ન થાય છે. તેની અંદર ઉતરી જાવ શાંત થઇને વૃક્ષ નીચે બેસી જાવ, નદી કિનારે અથવા તો તમારા રૂમમાં બેસી જાવ ફકત આ અવકાશનો આનંદ લો-અને તેને-લંબાવવાની કોશીષ ના કરો.

એકવાર આ આવડત તમે જાણી લો, તે વધારે અને વધારે બનશે પછી તમે તેની સાથે એકરૂપ થઇ જશો એક પ્રેમ પ્રસંગની શરૂઆત થઇ જશે તમારી અને એ અવકાશ વચ્‍ચે અને આ જોડાણ વધારે અને વધારે ગહન થતુ જશે અંતે તે સ્‍થીર થઇ જશે તમે ગમે ત્‍યારે તમારી આંખો બંધ કરીને તેને જોઇ શકશો તમે તેને લગભગ સ્‍પર્શ કરી શકો છો તે મૂર્ત બની જશે પરંતુ તે એક આવડત છે, કળા નથી. તમે તેને શીખી ના શકો તમારે તેને આત્‍મસાત કરવી પડશે.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:35 am IST)