Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

દિલ્‍હીમાં મંદિરમાં દર્શન માટે નહીં પણ દારૂ માટે લાગી ૧ કિમીથી વધારે લાંબી લાઇન

લોકો ત્રણથી ચાર કલાક સુધી લાઇનમાં ઉભા રહ્યા સસ્‍તા દારૂ માટે આ લાઇનો જોવા મળી રહી હતી

નવી દિલ્‍હી,તા. ૧ : દિલ્‍હીમાં નવી લિકર પોલિસીનો છેલ્લો દિવસ હતો. દિલ્‍હી સરકારે જૂની દારૂની નીતિને ફરીથી લાગુ કરી દીધી છે. ૧ ઓગસ્‍ટથી દિલ્‍હીમાં જૂની લિકર પોલિસી અનુસાર દારૂ ઉપલબ્‍ધ થશે. જેના કારણે દિલ્‍હીમાં પણ દારૂની અછત સર્જાઈ શકે છે. દિલ્‍હીમાં અનેક દારૂની દુકાનો પર લાંબી લાઈનો જોવા મળી હતી. લાઈનો સંભાળવા માટે દિલ્‍હી પોલીસે આગળ આવવું પડ્‍યું. સ્‍થિતિ એટલી વણસી ગઈ કે લાઈનો રસ્‍તાઓ સુધી પહોંચી ગઈ હતી.

લાયસન્‍સની મુદત પૂરી થયા પછી દિલ્‍હીમાં ખાનગી દારૂની દુકાનો  બંધ થઈ શકે છે, જે રાષ્ટ્રીય રાજધાનીમાં દારૂની ઉપલબ્‍ધતા અંગે અનિヘતિતા તરફ દોરી જાય છે.

એક સરકારી સૂત્રએ જણાવ્‍યું હતું કે, આ જરૂરી છે કારણ કે સરકારે જૂની એક્‍સાઇઝ પોલિસી લાગુ કરવાનો અને પોતાની એજન્‍સીઓ દ્વારા દુકાનો ચલાવવાનું નક્કી કર્યું છે. આ પ્રક્રિયાને કારણે દારૂની અછત સર્જાઈ શકે છે, કારણ કે નવી દુકાનો ખોલવામાં ઘણા દિવસો લાગશે.

દિલ્‍હી સરકારે શનિવારે જૂની એક્‍સાઈઝ નીતિને ફરીથી લાગુ કરવાનો અને છ મહિના સુધી પોતાની દુકાનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. આબકારી નીતિ ૨૦૨૧-૨૨ હેઠળ, શહેરમાં ૪૬૮ દુકાનો કાર્યરત છે, જેનું લાઈસન્‍સ ૩૧ જુલાઈ પછી સમાપ્ત થશે.

ચાર કોર્પોરેશનની સરકારી દુકાનો ફરીથી ખોલવા અંગે શુક્રવારે રાત્રે વિભાગમાં બેઠકનો રાઉન્‍ડ ચાલુ રહ્યો હતો. નવી આબકારી નીતિ હેઠળ, કયા નિયમ હેઠળ DSIIDC, DTTDC, DCCWS અને DSCSCને  ફરીથી દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવશે તે સ્‍પષ્ટ નથી.

દિલ્‍હીના છતરપુર મેટ્રો સ્‍ટેશનની નીચે દારૂની દુકાન પર લાંબી લાઈનો છે, લાઈનમાં એટલો સમય લાગી જાય છે કે લગભગ ૨ કલાકથી દારૂ લેવા માટે લોકો લાઈનમાં ઉભા છે.

દિલ્‍હીમાં લોકો ત્રણથી ચાર કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા. દિલ્‍હીમાં સસ્‍તા દારૂ માટે આ લાઇનો જોવા મળી રહી હતી. આ સાથે લોકોએ કહ્યું કે કાલથી દારૂ નહીં મળે એટલે લાઈનમાં ઉભા રહીને દારૂ પી રહ્યા છે.

દિલ્‍હી સરકારે શનિવારે જૂની એક્‍સાઈઝ નીતિને ફરીથી લાગુ કરવાનો અને છ મહિના સુધી પોતાની દુકાનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. આબકારી નીતિ ૨૦૨૧-૨૨ હેઠળ શહેરમાં ૪૬૮ દુકાનો કાર્યરત છે, જેનું લાઈસન્‍સ ૩૧ જુલાઈ પછી સમાપ્ત થશે.

(10:34 am IST)