Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

પヘમિ બંગાળમાં બની દર્દનાક ઘટના : પિકઅપ વાનમાં કરંટ લાગવાથી ૧૦ લોકોના મોત

ડીજે સિસ્‍ટમના વાયરીંગમાં સમસ્‍યા હોવાની સંભાવના વ્‍યકત થઇ : ડ્રાઇવર ઘટના સ્‍થળેથી ફરાર : પોલીસે જપ્‍ત કરી લીધી છે પિકઅપ વાન

કૂચ બિહાર તા. ૧ : પヘમિ બંગાળના કૂચ બિહારમાં એક દર્દનાક ઘટના બની હોવાની જાણકારી સામે આવી છે. રવિવારે મોડી રાત્રે અહીં કરંટ લાગવાને કારણે ૧૦ લોકોનાં મૃત્‍યુ થયા છે. પોલીસ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર આ ઘટના જલપેશ જઈ રહેલા મુસાફરોથી ભરેલી પિકઅપ વાનમાં કરંટ લાગવાને કારણે બની છે. ઘટના પછી મુસાફરોને તાત્‍કાલિક હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યા હતા. વાનમાં લગભગ ૨૭ લોકો હાજર હતા જેમાંથી ૧૬દ્ગચ સારવાર માટે જલપાઈગુડી હોસ્‍પિટલ મોકલવામાં આવ્‍યા છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, પોલીસને શંકા છે કે વાનમાં ડીજે સિસ્‍ટમના જનરેટરના વાયરિંગને કારણે આ દુર્ઘટના બની છે. માથાભંગાના એડિશનલ એસપીના જણાવ્‍યા અનુસાર, રાત્રે લગભગ બાર વાગ્‍યે મેખલીગંજ પીએસ અંતર્ગત ધરલા બ્રિજ પર આ ઘટના બની હતી. જલપેશ જઈ રહેલા મુસાફરોને લઈ જતી વાન વીજ કરંટનો શિકાર બની હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્‍યું છે કે આ જનરેટરની વાયરિંગને કારણે થયું હોવાની સંભાવના છે. જે વાહનના પાછળના ભાગમાં લગાવવામાં આવ્‍યુ હતું.

પોલીસે જણાવ્‍યું કે, ઈજાગ્રસ્‍તોને BPHC લાવવામાં આવ્‍યા હતા. મેડિકલ ઓફિસર્સે ૨૭માંથી ૧૬ને વધારે સારી સારવાર માટે જલપાઈગુડી જિલ્લા હોસ્‍પિટલ મોકલવાની સલાહ આપી હતી. તેમને સામાન્‍ય ઈજા થઈ હતી, પરંતુ સંપૂર્ણપણે તપાસ થાય તે જરૂરી છે. ૧૦ લોકોને તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્‍યા હતા. નોંધનીય છે કે તમામ લોકો સીતલકુચી વિસ્‍તારના રહેવાસી છે. પરિવારના લોકોને આ બાબતની જાણ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, વાહનને જપ્ત કરી લેવામાં આવ્‍યું છે પરંતુ ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્‍થળ પર હાજર છે અને આગળ કાયેદસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અત્‍યારે પોલીસની ટીમ રાહત તેમજ અન્‍ય કોઈ પણ આવશ્‍યક સેવા માટે તૈનાત છે. જલપેશ મંદિર પヘમિ બંગાળમાં સ્‍થિત એક પૌરાણિક અને લોકપ્રિય શિવ મંદિર છે. પીડિત મુસાફરો આ જ મંદિરે જતા હોવાની જાણકારી સામે આવી રહી છે.

(10:43 am IST)