Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

જન્‍મદિવસની આડમાં અને હિન્‍દુ વિધિથી લગ્ન કરી બાદમાં પુત્રોનું ધર્માંતરણ કરાવવાના બે ચોકાવનારા બનાવો બહાર આર્વ્‍યાં

ઉત્તરપ્રદેશમાં બે ચોંકાવનારા બનાવો બહાર આવ્‍યા છે, જેમાં પ્રથમ બનાવમાં મિર્ઝાપુર ખાતે જન્‍મદિવસની પાર્ટીની આડમાં ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ થયો છે. પોલીસે કેઇસ દાખલ કરી છ મહિલાઓને અટકમાં લીધી છે. જ્‍યારે બીજા બનાવમાં મિરઝાપુરમાં એક કાવતરા હેઠળ મુસ્‍લિમ મહિલાએ હિન્‍દુ રીત રિવાજ મુજબ લગ્ન કર્યા અને માવતરે પાછા ફરી પુત્રોના ધર્માંતરણ કરાવ્‍યા.
મિરઝાપુરના બનાવમાં એક કાવતરું રચી મુસ્‍લિમ મહિલાએ પ્રથમ હિન્‍દુ રીત રિવાજથી લગ્ન કર્યા અને પછી માવતરે પાછા ફરી ત્રણ પુત્રોના ધર્માંતરણ કરાવ્‍યા છે. કોરોના કાળમાં આ મહિલા પોતાના પિતાની તબિયતનું બહાનું બતાવી મીરઝાપુર પાછી ફરી હતી. ઝી હિન્‍દુસ્‍તાનના અહેવાલ મુજબ આ સાજીસમાં આ મહિલાના સંખ્‍યાબંધ કુટુંબીજનો પણ સામેલ છે.¬

 

(10:47 am IST)