Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

કોરોનાના ૧૬,૪૬૪ નવા કેસઃ ૩૯ના મોત

દેશમાં અત્‍યાર સુધીમાં ૪,૪૦,૩૬,૨૭૫ લાખ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે

નવી દિલ્‍હી, તા.૧: દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬,૪૬૪ નવા કેસ નોંધાયા છે, જેમાં ગઈ કાલની તુલનાએ ૧૬.૩ ટકાનો ઘટાડો નોંધાયો છે.  છેલ્લા ૨૪ કલાકમાં ૩૯ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૨૦૪.૩૪ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂકયા છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૪,૪૦,૩૬,૨૭૫ લાખ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે.

દેશમાં અત્‍યાર સુધી ૫,૨૬,૩૯૬ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૩૩,૬૫,૮૯૦  લોકો માત આપી ચૂકયા છે. પાછલા ૨૪ કલાકમાં ૧૬,૧૧૨  લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્‍યા ૧,૪૩,૯૮૯એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શકયતા ૦.૩૩ ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૪૮  ટકાએ છે, જ્‍યારે મળત્‍યુદર ઘટીને ૧.૨૦ ટકા થયો છે, એમ આરોગ્‍ય મંત્રાલયે માહિતી આપી હતી.કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૨,૭૩,૮૮૩ લોકોનાં સેમ્‍પલનાં ટેસ્‍ટિંગ થયાં છે. દેશમાં અત્‍યાર સુધી ૮૭.૫૪ કરોડ કોરોનાના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૬.૦૧ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૪.૮૦ ટકા છે.

દેશમાં અત્‍યાર સુધીમાં ૨,૦૪,૩૪,૦૩,૬૭૦ લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૮,૩૪,૧૬૭  લોકોને રસી આપવામાં આવી હતી.

(3:33 pm IST)