Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

બાલીમાં ૧૧૭ મૃતકોના અવશેષોને ગજમીનમાં રાખી હિન્‍દુ રીત મુજબ અગ્નિ સંસ્‍કાર

ઇન્‍ડોનેશીયાના બાલીમાં પદંગભાઇ પોર્ટના કિનારે ૧૧૭ લોકોના અસ્‍થીઓનો પધરાવવામાં આવી હતી. અહીંના હિન્‍દુ પારંપરિક દાહ સંસ્‍કારને નગાબેન અથવા પિતૃ યજ્ઞ કહેવામાં આવે છે. આ પહેલા અસ્‍થીઓને કબરમાંથી કાઢીને ૨૦ ફુટના ગજ-મનીમાં રાખવામાં આવેલ. ગજ મીન હાથીના મોઢાના આકારનું માછલીનું એક પ્રકારનું તાબુત હોય છે. ગજ મીનની પરેડ કાઢવામાં આવી હતી. અને ત્‍યારબાદ તેને અગ્નિદાહ આપવામાં આવેલ. માનવામાં આવે છે કે, જ્‍યાં સુધી મૃતકોનો અગ્નિ સંસ્‍કાર નથી થતો ત્‍યાં સુધી આત્‍મા મુકત થઇને આગલા ભવમાં નથી જાતી.

 

(3:44 pm IST)