Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

અજય સિંહ વેઈટલિફ્ટિંગમાં મેડલ ચુક્યો :319 કિલો વજન સાથે ચોથા સ્થાને રહ્યો

. સ્નેચ રાઉન્ડમાં 143 કિલો વજન ઉપાડ્યા બાદ તે ક્લીન એન્ડ જર્કમાં 176 કિલો વજન ઉપાડવામાં સફળ રહ્યો

નવી દિલ્હી : કોમન વેલ્થ ગેમ્સમાં અજય સિંહ 81 કિગ્રા વેઈટલિફ્ટિંગ કેટેગરીમાં મેડલ જીતી શક્યો ન હતો. સ્નેચ રાઉન્ડમાં 143 કિલો વજન ઉપાડ્યા બાદ તે ક્લીન એન્ડ જર્કમાં 176 કિલો વજન ઉપાડવામાં સફળ રહ્યો હતો. જોકે, તેનો પ્રયાસ મેડલ માટે પૂરતો નહોતો. તે 319 કિલો વજન સાથે ચોથા સ્થાને રહ્યો હતો.

(7:14 pm IST)