Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

શિવસેનાના સાંસદોએ રાજ્યસભામાં રાઉતની ધરપકડનો વિરોધ કર્યો : ઉદ્ધવ ઠાકરે સાંસદના પરિવારને મળ્યા

શિવસેનાના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ રાજ્યસભામાં વિપક્ષી પાર્ટીઓ વિરુદ્ધ ED-CBIનો ઉપયોગ કરવા બદલ નોટિસ આપી

મુંબઈ તા.01 : પાત્રા ચોલ કૌભાંડમાં પકડવામાં આવેલા શિવસેનાના નેતા સંજય રાઉતને આજે PMLA કોર્ટે 4 ઓગસ્ટ સુધી EDના રિમાન્ડ પર મોકલી દીધા છે. ત્યારે બનાવને  લઈ શિવસેનાના સાંસદોએ રાજ્યસભામાં હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે નિયમ 267 મુજબ પ્રિયંકા ચતુર્વેદીએ વિપક્ષી પાર્ટીઓને નોટિસ આપી છે.

સંજય રાઉત વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીના વિરોધમાં શિવસેનાના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ રાજ્યસભામાં વિપક્ષી પાર્ટીઓ વિરુદ્ધ ED-CBIનો ઉપયોગ કરવા બદલ નોટિસ આપી છે. નિયમ 267 મુજબ પ્રિયંકા ચતુર્વેદીએ નોટિસ આપી છે.

સંજય રાઉતની ધરપકડ પર બીજેપી નેતા કિરીટ સોમૈયાએ કહ્યું કે, ઘણા લોકોને જેલમાં ધકેલી દેવાની ધમકી આપનાર સંજય રાઉતને આજે સત્યમેવ જયતે જેલમાં મોકલવામાં આવી રહ્યો છે. સંજય રાઉતના ભાઈ સુનીલ રાઉતે કહ્યું કે તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના રાઉત પરિવારની સાથે મક્કમતાથી ઉભી છે.તેમણે કહ્યું કે શિવસેના અને ઉદ્ધવજી અમારી પાછળ મક્કમતાથી ઉભા છે. અમારી કાનૂની લડાઈ શરૂ થઈ ગઈ છે.

રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ રાઉતની ધરપકડ પર કહ્યું, 'ભાજપ 'વિપક્ષ મુક્ત' સંસદ ઈચ્છે છે, તેથી સંજય રાઉત વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. અમે સંસદમાં મોંઘવારી, ગુજરાતમાં ઝેરી દારૂ કાંડનો મુદ્દો ઉઠાવીશું.

(8:27 pm IST)