Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવવા મુદ્દે રાહુલ ગાંધીનાં સરકાર પર પ્રહાર : કોંગ્રેસ નેતાએ સરકારને તીખા સવાલો પૂછ્યા !

રાહુલે ટ્વિટ કરીને કેન્દ્ર સરકાર પર આકરાં પ્રહાર કર્યા : લખ્યું - ગુજરાતના મુંદ્રા પોર્ટથી 3 વાર ડ્રગ્સ ઝડપાયુ ?, શુ ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા નથી ?

નવી દિલ્લી તા.01 : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ગુજરાતમાં કરોડોનું ડ્રગ્સ વારંવાર મળવા બદલ રાહુલ ગાંધીએ ગુજરાતની ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. રાહુલે આજે ટ્વિટ કરી ભાજપ સરકારને તીખા પ્રશ્નો પૂછ્યા હતા. જેને લઈ રાજકારણ ગરમાયું છે.

તેમણે આરોપ લગાવ્યો કે, ડ્રગ્સ અને લિકર માફિયાઓને રક્ષણ આપનારા લોકો કોણ છે. હકીકતમાં, છેલ્લા કેટલાક મહિનામાં ગુજરાતમાં ડ્રગ્સ જપ્ત કરવાના કેસમાં ઝડપથી વધારો થયો છે.જેના કારણે ભાજપની આગેવાની હેઠળની ગુજરાત સરકાર વિપક્ષના આકરા પ્રહારોમાં આવી છે. રાહુલે એવો પણ સવાલ કર્યો હતો કે કચ્છ જિલ્લાની નજીક આવેલા મુન્દ્રા બંદરેથી ત્રણ વખત ડ્રગ્સ ઝડપાયું હતું. પરંતુ તેમ છતાં આ જ બંદર પર કેમ ડ્રગ્સ ઉતારવામાં આવે છે?

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે ટ્વીટ કર્યું કે, 21 સપ્ટેમ્બરે રૂ. 21000 કરોડની કિંમતનું 3000 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. જ્યારે 22 મેના રોજ રૂ. 500 કરોડની કિંમતનું 56 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. બીજી બાજુ, 22 જુલાઈના રોજ, રૂ. 375 કરોડ 75 કિલો માદક દ્રવ્ય જપ્ત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી ટ્વિટમાં પૂછ્યું હતું કે, 'શું ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા છે? માફિયાઓને કાયદાનો ડર નથી? કે પછી આ માફિયા સરકાર છે?, ગુજરાતના મુંદ્રા પોર્ટથી 3 વાર ડ્રગ્સ ઝડપાયુ ?, આ જ પોર્ટ પર કેમ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે ?, ડ્રગ્સ-દારૂ માફિયાઓને કોણ રક્ષણ આપે છે ?, ગુજરાતના યુવાઓને શા માટે નશામાં ધકેલાઈ રહ્યા છે ?
 

(8:29 pm IST)