Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

હવે કોંગ્રેસના સિનિયર સાંસદે બરવાળા પોટલીકાંડનો મુદ્દો રાજ્યસભામાં ઉઠાવ્યો

થોડા સમય પહેલા આપ સાંસદ સંજય સિંહે સંસદમાં ગુજરાતમાં લઠ્ઠાકાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો

નવી દિલ્હી :  બરવાળાના પોટલી કાંડ બાદ દિલ્હી સુધી રાજકારણ થયું. થોડા સમય પહેલા આપ સાંસદ સંજય સિંહે સંસદમાં ગુજરાતમાં લઠ્ઠાકાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે આજે ફરી એક વખત બરવાળા પોટલીકાંડનો મુદ્દો રાજ્યસભામાં ગાજ્યો હતો. હવે કોંગ્રેસના સિનિયર નેતા અને સાંસદે રાજ્યસભામાં બરવાળા પોટલીકાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો.

રવાળા ચકચારી લઠ્ઠાકાંડ અંગે સીટની તપાસ અહેવાલ આવી ચુક્યા બાદ ગંભીર કેમિકલ કાંડ અને દારૂની બદી સામે ગૃહ વિભાગે વધુ સખ્તાઇ દર્શાવી તપાસનું સુપરવિઝન સ્ટેટ વિજીલન્સના એસ.પી. નિર્લિપ્ત રાયને સોંપ્યું છે જેની ઉલટ તપાસ હાલ શરૂ હોવાનું જણાયું છે.

દેશભરમાં જેના પડઘા પડયા છે અને પચાસ કરતા વધુ લોકો મોતને ભેટયા છે એવા રાજ્યના ચકચારી લઠ્ઠાકાંડ અંગે આઇ.જી.પી. સુભાષ ત્રિવેદીએ લઠ્ઠાકાંડ અંગેનો પોતાનો તપાસ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દીધો છે. જેમાં તેઓએ બીજા રાજ્યમાંથી લવાતા વિદેશી દારૂના બુટલેગરોને કાબુમાં લેવા વિશેષ ભાર મુકેલ છે અને પોલીસ તંત્ર અને બુટલેગરોની સાંઠગાંઠની મિલીભગતની રિપોર્ટમાં છણાવટ થયેલ હોવાનું જાણવા મળેલ છે. તેમજ છેલ્લા ઘણા સમયથી બરવાળામાં ચાલી રહેલ ઇંગ્લીશ દારૂના મસમોટા વેપલામાં કોઇ એક વગદાર ઉચ્ચ પોલીસ અધિકારીની ભૂમિકા ખુબ જ મહત્વની હોવાનું આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે અને તપાસનો રેલો તેમના પગ સુધી પહોંચે તેવી શક્યતા જણાઇ રહી છે.

(8:55 pm IST)