Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે લમ્પી વાયરસ મુદ્દે સરકાર પર કર્યા આકરા પ્રહાર

પશુઓને અપાતા ઈન્જેક્શનમાં રસીના બદલે પાણી ભરીને પશુઓને આપવાનો આરોપ

લમ્પી વાયરસ મુદ્દે હવે રાજકારણ શરૂ ગયુ છે. રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલએ પશુઓને અપાતી રસી મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. શક્તિસિંહે રાજ્યસભામાં ગુજરાતના લમ્પી વાયરસનો મુદ્દો છેડ્યો હતો અને આ વાયરસને કારણે હજારો પશુઓના મોત થયા હોવાનો આરોપ લગાવ્યો છે

બીજી તરફ તેમણે પશુઓને અપાતી રસીને લઈને પણ સવાલ ઉઠાવ્યો છે અને આ રસીમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનો શક્તિસિંહે આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે સરકારની બેદરકારીને કારણે અબોલ પશુઓ મોતને ભેટી રહ્યા છે. પશુઓને અપાતા ઈન્જેક્શનમાં પણ ભયમુક્ત ભ્રષ્ટાચાર કરી રસીના બદલે માત્ર પાણી આપવામાં આવી રહ્યું હોવાનો આરોપ શક્તિસિંહે લગાવ્યો.

શક્તિસિંહે ભાજપ સરકાર પર ગાયોના નામે મત માગવાનો પ્રહાર કર્યો અને કહ્યું કે ગાયોના નામે મત તો લઈ લીધા, પરંતુ સરકારની બેદરકારીને કારણે ગાયો ટપોટપ મોતને ભેટી રહી છે.

(9:59 pm IST)