Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

લોકસભામાં કોંગ્રેસના ચાર સાંસદોની બરખાસ્તગી પાછી ખેંચાઈ : સ્પીકર ઓમ બીરલાનો મહત્વનો નિર્ણય

લોકસભામાં મોંઘવારીના મુદ્દે ચર્ચા કરવાની વિપક્ષની મોટી માગ સરકારે સ્વીકારી : ગૃહમાં મોંઘવારીના મુદ્દે ચર્ચા શરૂ

નવી દિલ્લી તા.01 : લોકસભામાં સસ્પેન્ડ કરાયેલા સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચાઈ ગયું છે. આ સાથે જ સંસદમાં કેન્દ્ર અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલો ગતિરોધ પણ હવે દૂર થયો છે અને મોંઘવારી પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. લોકસભામાં વિપક્ષ સાથે સહમતિ થયા બાદ સાંસદોનું સસ્પેન્શન ખતમ કરવા માટે પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે.

લોકસભામા કોંગ્રેસ સાંસદોની બરખાસ્તગી હટાવવાનો પ્રસ્તાવ પાસ થયો હતો. બરખાસ્ત સાંસદોની બરખાસ્તગી રદ કરી દેવાઈ છે અને તેને પગલે હવે લોકસભામાં મઠાગાંઠ ખતમ થઈ ચૂકી છે. કોંગ્રેસ સાંસદોની બરખાસ્તગી પાછી ખેંચતા ઓમ બીરલાએ કહ્યું કે હું ગૃહના તમામ પક્ષોને અપીલ કરું છું કે તેઓ પ્લે કાર્ડ લઈને ગૃહની અંદર ન આવે. જો કોઈ પણ સાંસદ ગૃહમાં પ્લે કાર્ડ લઈને આવે તો હું તેની સામે કાર્યવાહી કરીશ. હું આવા સાંસદોને છેલ્લી તક આપું છું.

(10:41 pm IST)