Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

વૈજ્ઞાનિકોનો મોટો ખુલાસો : પૃથ્વી ભ્રમણ કક્ષામાં ઝડપથી ફરવા લાગી, પૃથ્વીએ સૌથી નાના દિવસનો રેકોર્ડ નોંધાવ્યો !

ગત 29 જુનના રોજ પૃથ્વીએ તેની ઘરી પર ફરવામાં 1.59 સેકન્ડ જેટલો તો 26 જુલાઇના રોજ 1.50 મિલી સેકન્ડ જેટલો ઓછો સમય લીધો

નવી દિલ્લી તા.01 : પૃથ્વી તેની ભ્રમણ કક્ષામાં ફરી એક ચક્કર પૂર્ણ કરતાં 24 કલાક લગાડે છે. પરંતુ તાજેતરમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, પૃથ્વી ભ્રમણ કક્ષામાં ઝડપથી ફરવા લાગી છે. જેમાં માત્ર એક જ મહિનામાં પૃથ્વીની ભ્રમણ ગતિ ઝડપી બની હોવાનું ધ્યાનમાં આવ્યું છે

 

ગત 29 જુનના રોજ પૃથ્વીએ તેની ઘરી પર ફરવામાં 1.59 સેકન્ડ જેટલો ઓછો સમય લીધો હતો. 26 જુલાઇના રોજ ફરી વાર ઘરી પર ફરવામાં 1.50 મિલી સેકન્ડ સમય ઓછો લીધો હતો. મીડિયાના અહેવાલો મુજબ, 2020માં પણ પૃથ્વીએ વર્ષો પછી સૌથી નાના દિવસનો રેકોર્ડ નોંધાવ્યો હતો. આ ઘટના 1959 પછી પ્રથમવાર બન્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. એ વર્ષ (2020) 19 જુલાઇનો દિવસ 24 કલાકમાં 1.46 મિલી સેક્ન્ડ જેટલો ઓછો રહયો હતો. 2021ના વર્ષ દરમિયાન પૃથ્વીની ગતિ નિયમિત અને સમાંતર રહી હતી પરંતુ 2022માં ફરી જુદું પરીણામ જોવા મળી રહયું છે.

પૃથ્વીની ભ્રમણ ગતિ કેમ વધી છે આ અંગે કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૃથ્વીના પેટાળમાં ચાલી રહેલી હિલચાલ જવાબદાર હોઇ શકે છે. તો કેટલાક જળવાયુ પરીવર્તન તરફ સંકેત આપી રહયા છે. જો કે આ માત્ર અનુમાન છે તેની પાછળનું કોઇ લોજિક નથી. જો કે સમય આંકલનની દ્વષ્ટીએ જોઇએ તો પૃથ્વીની ભ્રમણ ગતિ વધતી રહે તો નેગેટિવ લીપ સેકન્ડની આવશ્યકતા ઉભી થશે. તમામ ઘડિયાળોને એ રીતે સોલાર ગતિ મુજબ ચલાવી શકાશે.

જો કે નેગેટિવ લીપ સેકન્ડ,સ્માર્ટફોન, કોમ્પ્યૂટપ અને બીજી કેટલીક કોમ્યૂનિકેશન સિસ્ટમમાં અવરોધ ઉભો કરી શકે છે. જો કે આ અટપટ્ટી અને બિન વ્યહવારુ પરંપરા છે. જેમ કે ઘડિયાળ 23.59.59 પછી 23.59.60 પર જાય છે ત્યારે 00.00.00 થી ફરી શરુ થાય છે આવા સમયે ફી શરુ થઇ જાય છે. ટાઇમમાં અ પરિવર્તન કોમ્પ્યૂટર પ્રોગ્રામોને ક્રશ કરી શકે છે અને ડેટાને કરપ્ટ કરી શકે છે કારણ કે ડેટા ટાઇમ સ્ટેપ સાથે સેવ થાય છે. આ લીપ નેગેટિવ સેક્ન્ડની વિપરીત અસર થઇ શકે છે. જો કે આમાંથી બચવા માટે આંતરરાષ્ટ્રીય ઘડિયાળોને ડ્રોપ સેકન્ડ સાથે સેટ કરવી પડે એ પણ એક ઉપાય છે.

(12:07 am IST)