Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

આલે લે ક્રિકેટરોની કિટ સમયસર ન આવતા ભારત વેસ્ટ ઇન્ડિઝ મેચ બે કલાક મોડો

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી T20 ભારતીય સમય અનુસાર 8 વાગ્યાથી યોજાવાની હતી, પરંતુ હવે તે સમયસર થઈ શકશે નહીં. વેસ્ટ ઈન્ડિઝ બોર્ડે તેની પાછળનું કારણ જણાવતા ચાહકોની માફી માંગી છે. આ સાથે નવો સમય પણ જણાવવામાં આવ્યો છે.


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે રમાનાર બીજી T20 ઈન્ટરનેશનલ મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ મેચ બે કલાકના વિલંબ સાથે શરૂ થશે. વેસ્ટ ઈન્ડિઝ બોર્ડે આ માહિતી મેચના નિર્ધારિત સમયના અમુક કલાક પહેલા 8 વાગ્યે આપી હતી. હવે આ મેચ ભારતમાં રાત્રે 10 વાગ્યાથી રમાશે, જ્યારે જમૈકામાં તે સમયે સવારે 11.30 વાગ્યા હશે. બોર્ડે પોતાના નિવેદનમાં કહ્યું કે ત્રિનિદાદથી સેન્ટ કિટ્સ સુધી ટીમના સામાનના આવવામાં વિલંબ થયો છે, જે વિન્ડીઝ ક્રિકેટ બોર્ડના નિયંત્રણની બહાર છે. જેના કારણે મેચ મોડી શરૂ થશે.

(1:07 am IST)