Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

પાંચ અને છ ઓગસ્ટના રોજ રાજસ્થાન ગુજરાત સહિત મધ્યપ્રદેશમાં ભારે જ્યારે કેરળ અને કર્ણાટકમાં અતિ ભારે વરસાદની સ્કાયમેટની આગાહી

સ્કાયમેટના સોશિયલ મીડિયા ઉપર જાહેર થયેલા આજના વરતારા મુજબ આગામી ત્રણ અને ચાર ઓગસ્ટથી દિલ્હીમાં વરસાદ શરૂ થશે, જ્યારે પાંચ અને છ ઓગસ્ટથી રાજસ્થાન, ગુજરાત સહિત મધ્યપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. કેરળ અને કર્ણાટકમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. નૈઋત્યનું ચોમાસુ ૧ જુન થી ૩૦ સપ્ટેમ્બર સુધી રહે છે. ચોમાસાના પહેલા બે મહિના પૂરા થઈ ચૂક્યા છે. જુન મહિનામાં દેશભરમાં ૮% વરસાદની કમી રહી હતી, જ્યારે જુલાઈ મહિનામાં સામાન્ય કરતા ૧૬.૯% વધુ વરસાદ થયેલ. આ સમગ્ર સમય દરમિયાન ભારતભરમાં સામાન્યથી ૮ ટકા વધુ વરસાદ થયો છે. હવે ચોમાસાની રેખા ઉત્તર દિશામાં રહેશે, જેના લીધે પહાડો સહિત ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં સારો વરસાદ પડશે.

(1:17 am IST)