Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

પાકિસ્તાનના પત્રકાર અહમદ નુરાનીને હત્યાની ધમકી : આર્મીના પૂર્વ જનરલ અસીમ સલીમ બાજવા પાસેની અબજો રૂપિયાની સંપત્તિનો પર્દાફાર્શ કર્યો હતો : હત્યા કરી નાખવાના 100 ઉપરાંત મેસેજ આવતા પરિવારમાં ફફડાટ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પત્રકાર અહમદ નુરાનીએ આર્મીના પૂર્વ જનરલ અસીમ સલીમ બાજવા પાસેની અબજો  રૂપિયાની સંપત્તિનો પર્દાફાર્શ કર્યો હતો.જેના પરિણામે તેની હત્યા કરી નાખવામાં આવશે તેવા 100 ઉપરાંત મેસેજ આવ્યા છે.જેથી તેના પરિવારમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
          પત્રકારે પાકિસ્તાનની બહુ ચર્ચિત વેબસાઈટ ફેક્ટ ફોકસ ઉપર  ઉપરોક્ત પર્દાફાશ કર્યો હતો.જેમાં તેણે જણાવ્યા મુજબ જનરલના પરિવારની સંપત્તિ 4 દેશોમાં ફેલાયેલી છે.તેણે હોદા ઉપર હતા તે દરમિયાન અને ત્યારપછી 99 કંપનીઓ અને 133 રેસ્ટોરન્ટ બનાવ્યા છે.તે પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાનની નજીકના વ્યક્તિ ગણાય  છે.

(8:34 pm IST)