Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

આ વર્ષના અંત સુધીમાં થશે યુરોપિય સંઘ સાથે રોકાણ કરાર લાગુ કરશે ચીન !

અમેરિકા-ચીન વચ્ચે જારી વેપાર અને રાજકીય તણાવ વચ્ચે મોટા અહેવાલ

નવી દિલ્હી: અમેરિકા-ચીન વચ્ચે જારી વેપાર અને રાજકીય તણાવ વચ્ચે એક મોટા ખબર આવ્યા છે. ચીન આ વર્ષના અંત સુધીમાં યૂરોપીય સંઘ સાથે રોકાણ કરારને લાગુ કરી શકે છે. જેના માટેની વાતચીત અંતિમ તબક્કામાં ચાલી રહી છે. બન્ને તરફના જાણકાર આ મામલે લાંબા સમયથી સોદો પાર પાડી રહ્યા છે. જે આ વર્ષના અંત સુધીમાં મુકામ સુધી પહોંચી જશે.

યૂરોપીય દેશોની યાત્રા પર નીકળેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યિએ આ બાબતે જાણકારી આપી છે. તેમણે પેરિસમાં પોતાની યાત્રા દરમિયાન જણાવ્યું કે, ચીન અને યુરોપીય સંઘ વચ્ચે ચાલી રહેલી વાતચીત આ વર્ષના અંત સુધીમાં પરિણામ સુધી પહોંચી જશે. તેમનું નિવેદન અમેરિકા-ચીન વચ્ચે રાજકીય તણાવની વચ્ચે આવ્યું છે.

ફ્રેન્ચ ઈન્સ્ટીટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ રિલેશન્સ તરફથી આયોજિત સંમેલનમાં વાંગ યિએ કહ્યું કે, આ કરાર અંગે બન્ને પક્ષોમાં ઘણાં વર્ષોથી વાતચીત ચાલી રહી હતી. આનાથી બન્ને પક્ષોને ફાયદો થશે. આ કરાર સમગ્ર વિશ્વને શાંતિ તરફ દોરી જશે. આને પૂરો કરવાની જવાબદારી બન્ને પક્ષોની છે.

ચીન-યૂરોપીય સંઘ વચ્ચે આ કરાર પર છેલ્લા 7 વર્ષોથી વાટાઘાટો ચાલી રહી હતી. આને સફળ બનાવવા માટે ચીની વિદેશ મંત્રી વાંગ યિ ઘણાં યુરોપીય દેશોની રાજધાનીઓની યાત્રા કરી ચૂક્યા છે. તે હાલમાં જ નોર્વેની રાજધાની ઓસ્લો પણ ગયા હતા. જ્યાં તેમણે નોર્વેના નોબેલ શાંતિ પુરસ્કારોની ઘોષણા અગાઉ ચેતવણી પણ આપી હતી કે નોર્વે કોઈ હોંગકોંગના લોકતંત્ર સમર્થકને આ સન્માન નથી આપી રહ્યું.

(12:00 am IST)