Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

દિલ્હી રમખાણ કેસમાં જેલમાં બંધ તાહિહુસૈનની ફરી ઇડીએ ધરપકડ કરી

કડકડરૂમા કોર્ટ પાસેથી ૬ દિવસની કસ્ટડિયલ રીમાન્ડ મેળવી પુછપરછ શરૂ કરી

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આમ આદમી પાર્ટીના સસ્પેન્ડેડ કાઉન્સિલર તાહિર હુસૈન (Tahir Husain)ને મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ, 2002 (PMLA)ની જોગવાઇઓ હેઠળ ધરપકડ કરી છે. જ્યારે કડકડડૂમા કોર્ટ પાસેથી 6 દિવસની કસ્ટોડિયલ રિમાન્ડ મોળવ્યા છે. ED તરફથી કહેવામાં આવ્યું છે કે તાહિર હુસૈન (Tahir Husain)ની મની લોન્ડરિંગમાં તેમની ભૂમિકા, એન્ટી CAA વિરોધ પ્રદર્શન અને આ વર્ષે ફેબ્રુઆરીમાં નોર્થ દિલ્હીમાં થયેલા રમખાણના કોસોમાં ધરપકડ થઇ છે.

ઈડીના ટોચના અધિકારીઓ મુજબ દિલ્હી રમખાણ અને તબ્લિગી જમાત કેસમાં પૂછપરછ માટે તાહિર હુસૈન (Tahir Husain)ને પૂછપરછ માટે તિહાડ઼ જેલમાંથી દક્ષિણ દિલ્હીના ખાન માર્કેટ વિસ્તારમાં ઈડીની ઓફિસમાં બોલાવ્યો હતો.

અધિકારીએ જણાવ્યું કે તાહિર હુસૈન (Tahir Husain) પાસેથી દિલ્હી રમખાણ માટે ફંન્ડિંગ અંગે પણ પૂછપરછ કરવામાં આવશે.

તેને એ પણ પૂછવામાં આવશે કે રમખાણ માટે ફંડ ભેગુ કરવા ક્યા હવાલા સંચાલકના સંપર્કમાં હતો.

તબ્લીગી જમાત પ્રમુખ મૌલાના સાદ સાથે તેના સંબંધો અંગે પણ તેની પૂછપરછ કરવામાં આવશે.

તાહિર હુસૈન (Tahir Husain)ને ફેબ્રુારીમાં દિલ્હીમાં થયેલા રમખાણના કેસમાં ધરપકડ થઇ હતી.

તેની વિરુદ્ધ રમખાણ સાથે જોડાયેલા ષડયંત્રનો એક કેસ ગેરકાયદેસર ગતિવિધિ એક્ટ હેઠળ દાખલ થયો હતો.

તેની રમખાણ દરમિયાન આઈબી અધિકારી અંકિત શર્માની કથિત હત્યાના કેસમાં પણ ધરપકડ કરી હતી.

નોંધનીય છે કે આમ આદમી પાર્ટીએ કાઉન્સિલરના પદ પરથી પહેલા જ સસ્પેન્ડ કરી દીધુ છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઈડીને આ કેસમાં લગભગ 21 જગ્યાએ છાપેમારી કરી હતી.

જેમાં કેટલાક નવા કનેક્શન સામે આવ્યા હતા.

હાલ એ જ બાબતે આગળની પૂછપરછ અને તપાસને આગળ વધારવા માટે તપાસ એજન્સી તાહિરથી પૂછપરપછ કરવા માંગે છે.

નોંધનીય છે કે ઉત્તર દિલ્હીમાં 24 ફેબ્રુઆરીએ CAAના વિરોધી અને સપોર્ટર વચ્ચે કોમી રમખાણ ફાટી નિકળ્યા હતા.

આ રમખાણમાં લગભગ 43 લોકોના મોત થયા હતા. જ્યારે 200 જેટલા લોકોને ઇજા થઇ હતી.

(12:00 am IST)