Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન, દેશ શોકમાં ગરકાવ થયોઃ સાત દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણાઃ રાષ્ટ્રધ્વજ અર્ધી કાઠીએઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને અન્ય મહાનુભાવોએ આપી શ્રધ્ધાંજલી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

આજે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન થયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ ટવિટ કરી પ્રણવ મુખરજીના નિધન પર દુખ વ્યકત કર્યું છે. એમણે કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના સ્વર્ગવાસના સમાચાર સાંભળી હૃદયને આઘાત પહોંચ્યો એમનું દેહાવસાન એક યુગની સમાપ્તી છે.

કાલે સવારે ૧૦ વાગ્યે પ્રણવ મુખરજીનું પાર્થિવ શહીર એમના ઘરે લાવવામાં આવશે જયાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. અંતિમ સંસ્કાર કોવિડ-૧૯ પ્રોટોકોલ પ્રમાણે થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટવિટ કરી પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના નિધન પર દુખ વ્યકત કર્યું એમણે કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિના મહત્વપૂર્ણ યોગદાનને દેશ યાદ રાખશે. એમનું સમ્માન દરેક વર્ગમાં હતું.

ગૃહમંત્રી અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહએ પ્રણવ મુખરજીના નિધન પર દુખ વ્યકત કર્યું છે.

રાજસ્થાન

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વિધાનસભા અધ્યક્ષ ડો. સી. પી. જોષી અને નેતા પ્રતિપક્ષ ગુલાબચંદ કટારીયા સહિત અન્ય નેતાઓએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના નિધન પર શોક વ્યકત કર્યો. મુખ્યમંત્રી ગહલોતએ ટવિટ કરી કહ્યું દેશએ એક મહાન નેતા વિચારક અને રાજનેતા ગુમાવ્યા.

ઉત્તર પ્રદેશ

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના નિધન પર ઉત્તર પ્રદેશના રાજયપાલ આનંદી પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ ઉંડા દુખની લાગણી વ્યકત કરેલ છે. રાજયપાલએ પણ શોક વ્યકત કર્યો અમો એમના પરિજનો પ્રતિ સંવેદનાઓ વ્યકત કરીએ છીએ.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના નિધન પર શોક વ્યકત કરતા કહ્યું એક બુર્જર્ગ રાજનેતા ગુમાવ્યા તે કઠિન પરિશ્રમ, અનુશાસન અને સમર્પણથી દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર પહોંચ્યા.

પ્રકાશ જાવડેકર

પ્રકાશ જાવડેકરએ કહ્યું પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના નિધનના સમાચાર સાંભળી અત્યંત દુખ થયું એમના પરિવાર અને મિત્રો પ્રતિ મારી સંવેદનાઓ.

જનાર્દન દ્વિવેદી

વરિષ્ઠ નેતા જનાર્દન દ્વિવેદીએ કહ્યું કે કોંગ્રેસની પરંપરામાં આ સમય પ્રણવજી એકલા વ્યકિત હતા આ અપૂરણીય ક્ષતિ છે. મારી વિનમ્ર શ્રધ્ધાંજલિ વ્યકત કરૃં છું.

નેપાલના પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલી

નેપાલના પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલીએ ટવિટ કરી પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના નિધન પર દુખ વ્યકત કર્યું. નેપાલએ એક સારા મિત્ર ગુમાવ્યા ભારત-નેપાલના સંબંધો મજબૂત કરવામાં એમનું મોટું યોગદાન છે.

રાહુલ ગાંધી

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના નિધન પર રાહુલ ગાંધીએ શ્રધ્ધાંજલી આપી દુખ વ્યકત કર્યું છે.

અરવિંદ કેજરીવાલ

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના નિધનના સમાચાર મળ્યા ઇશ્વર એમના આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે, એમના પરિવારને દુખ સહન કરવાની શકિત આપે.

અખિલેશ યાદવ

અખિલેશ યાદવએ ટવિટ કરી  કહ્યું  પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને ભાવભીની શ્રધ્ધાંજલિ ભારતની રાજનીતિએ એક સાચું રત્ન ગુમાવ્યું.

(12:08 am IST)