Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

બે મહાસત્તાઓ વચ્ચે ફરી હિંસક અથડામણ : 3 કલાકની હાથોહાથની લડાઇના પગલે ચીનની મહત્વની પોસ્ટ ઉપર ભારતીય સૈનિકોનો કબજો : ચીનને જડબાતોડ જવાબ આપતું ભારતીય સૈન્ય

નવી દિલ્હી : બે મહાસત્તાઓ વચ્ચે ફરી હિંસક અથડામણો સર્જાતા કલાકની હાથો હાથની અથડામણો પછી ભારતે લડાખમાં ચાઇનીઝ કબ્જા હેઠળના વિવાદાસ્પદ કેમ્પ ઉપર કબજો મેળવ્યો હતો. યુકેના અખબાર ટેલિગ્રાફે ગણતરીની કલાકો પહેલા જાહેર કર્યું છે

શનિવારે સાંજે 500 જેટલા ચીની સૈનિકોએ ચૂશુલ ગામ નજીક ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. લદાખના વિવાદિત સરહદી ક્ષેત્રમાં પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) દ્વારા વધુ ભારતીય ક્ષેત્ર પર કબજો મેળવવાના પ્રયાસને મારી હઠાવ્યા બાદ ભારતીય સૈનિકોએ ચીનની એક મહત્વપૂર્ણ સૈન્ય ચોકી કબજે કરી હોવાનું ટેલિગ્રાફ નોંધે છે.

(12:56 am IST)