Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

બિહાર વિધાનસભા ચૂંટણી નજીકઃ બિહારના મુખ્‍યમંત્રી નીતીશને ઝટકો, મંત્રી બીમા ભારતીએ બગાવતનો મીજાજ બતાવ્‍યો, રાજકારણ ગરમાયું

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી નજીક છે. આવામાં વિધાનસભા ચૂંટણીની આધિકારિક ઘોષણા પહેલાં જ નેતાઓ અને મંત્રીઓએ પોતાના બગાવતી તેવર દેખાડવાનું શરૂ કર્યું છે. આ ક્રમમાં નીતીશ સરકારના મંત્રી બીમા ભારતીએ પણ બગાવતી તેવર દેખાડયા છે.

બીમા ભારતીએ પોતાના અને પતિ અવધેશ મંડલ માટે ચૂંટણી લડવા માટે સીટનું પાર્ટીને એલાન કર્યું છે. મંત્રી બિમા મંડલએ ખુદ જેડીયૂની ટીકીટથી અને પોતાના પતિ અવધેશ મંડલની આરજેડી ટિકીટથી ચૂંટણી લડવાની વાત કરી છે. અવધેશ મંડલએ કહ્યું એમની લાલુ પ્રસાદ સાથે વાત થઇ ગઇ છે, મુખ્‍યમંત્રી નીતીશ પર આરોપ લગાવતાં કહ્યું એમને એમનો ઉપયોગ કર્યો છે. બિમા ભારતી રૂપૌલી વિધાનસભા ક્ષેત્રથી જેડીયૂની ધારાસભ્‍ય છે અને નીતિશની કેબિનેટ મંત્રી છે.

(12:00 am IST)