Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ચૂંટણીમાં ગરબડીના આરોપો પર દિલ્લી હાઇકોર્ટએ જારી કરી નોટીસઃ કેજરીવાલ સરકારના સ્‍વાસ્‍થ્‍ય મંત્રી સત્‍યેન્‍દ્ર જૈનથી માંગ્‍યો જવાબ

દિલ્લી હાઇકોર્ટએ કેજરીવાલ સરકારના સ્‍વાસ્‍થ્‍યમંત્રી સત્‍યેન્‍દ્ર જૈનથી ભાજપા નેતા એસ.સી.વત્‍સ દ્વારા એમની ચુંટણીને પડકાર આપવાવાળી અરજી પર નોટિસ જારી કરી છે અને જવાબ માંગ્‍યો છે બીજેપી નેતા અને દિલ્લીની શકૂરબસ્‍તી વિધાનસભાથી  સત્‍યેન્‍દ્ર જૈન વિરૂધ્‍ધ ચૂંટણી લડી ચૂકેલ એસ.સી.વત્‍સએ દિલ્લી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે સત્‍યેન્‍દ્ર જૈનની ચૂંટણી રદ કરી ફરી ચૂંટણી કરાવવાની માંગ કરી છે. ૨૦૨૦માં વત્‍સ દિલ્લી વિધાનસભા ચૂંટણી જૈન વિરૂધ્‍ધ ચૂંટણી હારી ગયા હતા.

 જૈનએ ચૂંટણી જીતવા આચારસંહિતાનો ભંગ કર્યો ચૂંટણી સમયએ મતદારોને કેમેરા એરકંડીશનર અને કોમ્‍પ્‍યુટર આપ્‍યા. ચૂંટણી હિસાબ આપવામા પણ ગોટાળો કર્યો છે.

(12:00 am IST)