Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

મોંઘવારી સાથે સપ્ટેમ્બરનો પ્રારંભ

પેટ્રોલ ફરી મોંઘુઃ ૧૩ દિવસમાં લીટરે રૂ.૧.૬૫ વધ્યા

નવી દિલ્હી, તા.૧: પેટ્રોલના ભાવોમાં આજે ફરી વધારો થયો છે ઓઇલ કંપનીઓએ આજે ફરી ભાવ વધારો જાહેર કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ સ્થિર હોવા છતાં ઘર આંગણે ભાવ વધ્યા છે. છેલ્લા ૧૭ દિવસમાં પેટ્રોલના ભાવમાં રૂ.૧.૬૫નો પ્રતિ લીટર વધારો થયો છે જયારે ડીઝલના ભાવમાં છેલ્લા ૩૧ દિવસથી કોઇ ફેરફાર નથી થયો.

આજે દિલ્હીમાં પેટ્રોલ લીટરે ૫ પૈસા મોંઘુ થયું છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ.૮૨.૦૮ તો ડીઝલનો ભાવ રૂ.૭૩.૫૬ થયો છે.

૧૬ ઓગષ્ટથી વાત કરીએ તો ૩ દિવસ ૧૯, ૨૬, ૨૧ અને ૩૧ ઓગષ્ટને બાદ કરતાં બાકીના ૧૩ દિ'માં ભાવ વધ્યા છે. ૧૩ દિ'માં રૂ.૧.૬૫ વધ્યા છે.

મુંબઇમાં પેટ્રોલ ૮૮.૭૩ ચેન્નાઇ ૮૫.૦૪, કોલકતા ૮૩.૫૭ છે. ડીઝલ અનુક્રમે ૮૦.૧૧, ૭૮.૮૬, ૭૭.૦૬ પર છે.

(10:00 am IST)