Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

સપ્ટેમ્બર મહિના માટે LPG સિલિન્ડરના નવા ભાવ આવ્યા

LPG રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટી રાહત, ૧૯ કિલોગ્રામવાળા સિલિન્ડરના ભાવમાં થયો આટલો ઘટાડો

નવી દિલ્હી, તા.૧: ઓગસ્ટ બાદ સપ્ટેમ્બર મહિનામાં પણ LPG રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટી રાહત મળી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ (HPCL, BPCL, IOC) LPG રાંધણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. દિલ્હીમાં ૧૪.૨ કિલોગ્રામના સબ્સિડી વગરના સિલિન્ડરનો ભાવ ૫૯૪ રૂપિયા પર સ્થિર છે. અન્ય શહેરોમાં પણ સિલિનડરના ભાવ સ્થિર છે. જોકે, ૧૯ કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં ઘટાડો આવ્યો છે. IOCના વેબસાઇટ પર આપવામાં આવેલા ભાવ મુજબ, દિલ્હીમાં ૧૯ કિલોગ્રામવાળો સિલિન્ડર ૨ રૂપિયા સુધી સસ્તો થઈ ગયો છે.

નોંધનીય છે કે, આ પહેલા જુલાઈ મહિનામાં ૧૪ કિલોગ્રામવાળા રાંધણ ગેસ સિલેન્ડરનો ભાવ ૪ રૂપિયા સુધીનો ભાવ વધી ગયો હતો. જૂનમાં દિલ્હીમાં ૧૪.૨ કિલોગ્રામવાળા સબ્સિડી વગરનો સિલિન્ડર ૧૧.૫૦ રૂપિયા મોંદ્યો થયો હતો. જયારે મે મહિનામાં ૧૬૨.૫૦ રૂપિયા જેટલો સસ્તો થયો હતો.

- ૧૯ કિલોવાળા LPG રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ ૨ રૂપિયા દ્યટીને ૧૧૩૩ રૂપિયા પર આવી ગયો છે.

- કોલકાતામાં ૧૯ કિલોવાળા LPG રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ ૧૧૯૮.૫૦ રૂપિયાથી ઘટીને ૧૧૯૬.૫૦ રુપિયા પર આવી ગયો છે.

- દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ૧૯ કિલોવાળા LPG રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ ૧૦૯૧ રૂપિયાથી ઘટીને ૧૦૮૯ રૂપિયા પ્રતિ સિલિન્ડર પર આવી ગયો છે.

- દેશના ચોથા મોટા મહાનગર ચેન્નઇમાં ૧૯ કિલોવાળા LPG રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ ૧૨૫૩ રૂપિયાથી ઘટીને ૧૨૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર પર આવી ગયો છે.

(10:01 am IST)