Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

તહેવારોને ધ્યાને રાખી

વધુ ૧૦૦ ટ્રેનો દોડાવવાની તૈયારી

નવી દિલ્હી, તા.૧: ભારતીય રેલ્વે ટુંક સમયમાં ૧૦૦થી વધુ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી શકે છે. તહેવારોને ધ્યાને રાખી આ નિર્ણય લેવાશે. હાલ રેલ્વે ફકત ૨૫૦ એકસપ્રેસ ટ્રેનો દોડાવે છે. જેમાં ૩૦ રાજધાની છે.

આમ બધી ટ્રેનોને 'સ્પેશ્યલ ટ્રેનો'ની જેમ દોડાવાય છે જે ૧૦૦ ટ્રેનો દોડાવવાની તૈયારી છે તેને પણ 'સ્પેશ્યલ' કેટેગરીમાં રખાશે જે ઇન્ટસ્ટેટ અને ઇન્ફાસ્ટેટ પણ હશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રેલ્વે મંત્રાલયે ગૃહમંત્રાલય પાસે મંજુરી માંગી છે.

રેલ્વે તબક્કાવાર સેવા શરૂ કરવા માંગે છે. તહેવારો નજીક હોવાથી ટ્રેનોની ડીમાન્ડ પણ વધી છે.

રેલ્વેએ કોરોનાને કારણે માર્ચથી ૧.૭૮ કરોડથી વધુ ટીકીટ રદ કરી છે. ૨૭૨૭ કરોડની રકમ પરત અપાઇ છે. ૨૫મી માર્ચે રેલ્વેએ સેવા સ્થગિત કરી હતી. ૨૨મી માર્ચથી પેસેન્જર અને મેલ એકસપ્રેસ બંધ કરાઇ હતી. ૧લી મેથી શ્રમિક ટ્રેનો દોડાવાઇ હતી.

(11:18 am IST)