Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

બ્રિટનમાં કોરોના ફરી માથુ ઉંચકશે : શિયાળામાં ૮૫૦૦૦ લોકોને ભરખી જશે : સરકારનો રિપોર્ટ લીક થયો

કોરોનાનો બીજો રાઉન્ડ વધુ ખતરનાક અને જીવલેણ હશે

નવી દિલ્હી તા. ૧ : શું શીયાળામાં કોરોનાનું સંક્રમણ વધી જશે ? તે અંગે વિશ્વભરમાં ચર્ચાઓ તેજ છે અનેક વૈજ્ઞાનિકોએ એ આશંકા વ્યકત કરી છે કે ઠંડીના વાતાવરણમાં વિશ્વને કોરોનાની બીજી લહેરનો સામનો કરવો પડશે. જે પહેલાથી અનેક વધુ ખતરનાક અને જીવલેણ હશે તેનાથી સંબંધિત બ્રિટન સરકારની એક રીપોર્ટ લીક થયો છે જે ચિંતા વધારનારો છે. રીપોર્ટના જણાવ્યા મુજબ ઠંડી સુધીમાં દેશમાં ૮૫ હજારના મોત થયા છે ત્યાં કોરોનાથી અત્યાર સુધીમાં ૪૧ હજારથી વધુના મોત થયા છે.

મળતી માહિતી મુજબ બ્રિટનના સાઇન્ટિફિક એડવાઇઝરી ગ્રુપ ફોર ઇમરજન્સીઝે તેમના રીપોર્ટમાં જણાવ્યું કે, ઠંડીમાં કોરોનાના કારણે દેશને સૌથી ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડશે તેના માટે સરકારે તૈયાર રહેવું પડશે.  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બ્રિટેનની સરકારે ફરી પ્રતિબંધો લગાવવા પડશે. આ પ્રતિબંધો નવેમ્બરથી શરૂ થઇને આવતા વર્ષે એટલે કે ૨૦૨૧માં માર્ચ સુધી જશે. જોકે આ બ્રિટનનો આંતરિક રીપોર્ટ છે તેની સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ ડબલ્યુએચઓએ આ અંગે ચેતવણી આપી છે કે ઠંડીમાં કોરોનાનો કહેર વધશે.

અહેવાલ મુજબ કોરોના સંક્રમિતોની વધતી સંખ્યા અને મોતના આંકડાને જોઇને બ્રિટીશ સરકાર ઓકસફોર્ડની કોરોના વેકસીનને તાત્કાલીક મંજૂરી આપવામાં કાયદામાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે.

બ્રિટેનની વેકસીન ટાસ્કફોર્સ કેટ બિંઘમના જણાવ્યા મુજબ વેકસીનનો ડોજ સૌથી પહેલા વડીલો, જેની ઉંમર ૬૫ને પાર હશે તેને આપવામાં આવશે, કારણ કે તેની રોગ પ્રતિરોધક ક્ષમતા પહેલેથી જ નબળી છે.

(11:19 am IST)