Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

મન કી બાતના વિડીયોને મળી રહેલા હજારો ડિસ્લાઈક પાછળ કોંગ્રેસનો હાથ છે : ભાજપનો ખુલ્લો આક્ષેપ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મન કી બાતના વિડીયોને હજારો ડિસલાઈક મળી રહ્યા છે જે અંગે શાસક ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઘમાસાણ મચી ગયુ છે : ભાજપે આ સમગ્ર પ્રકરણમાં કોંગ્રેસનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે : સમગ્ર પ્રકરણમાં કોંગ્રેસ સામેલ હોવાનો પણ ભાજપે આરોપ લગાવ્યો છે : ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ ટ્વીટ કરીને જણાવ્યુ છે કે યુ ટયુબ અને સોશ્યલ મીડિયા ઉપર જે ડિસ્લાઈક મળી રહ્યા છે તેનો મોટો હિસ્સો વિદેશનો છે : ૨૦ ઓગષ્ટના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મનકી બાત કાર્યક્રમના વિડીયોને લાઈક કરતા ડિસ્લાઈક જે રીતે વધુ મળી રહ્યા છે તેનાથી દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે : નરેન્દ્રભાઈએ મન કી બાતમાં કોરોના કાળમાં દેશ એકસાથે અનેક મોરચે લડી રહ્યાની વાત કરી હતી અને રમકડા તથા મોબાઈલ ગેમ્સમાં આત્મ નિર્ભર બનવાની વાત પણ કરી હતી, એ સિવાય અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કરેલ પણ આ વખતે યુવાવર્ગને તેમની પ્રશંસા બિલકુલ પસંદ આવી ન હતી : આનુ મુખ્ય કારણ જેઈઈ અને નીટ પરીક્ષાઓ મુલત્વી ન રખાઈ તે હોવાનું મનાય છે : તેના કારણે મન કી બાતના વિડીયોને હજારોની સંખ્યામાં ડિસ્લાઈક મળ્યા છે

(11:22 am IST)