Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

મહારાષ્ટ્રમાં લોકડાઉન 30 સપ્ટેમ્બર સુધી લંબાવાયું : અનલોક-4 માટે સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન

આંતર જિલ્લા પ્રતિબંધો હટાવ્યા : ઈ પાસ પ્રથા પણ બંધ કરાઈ : મુસાફરી માટે મંજૂરીની જરૂર નહીં

મુંબઈ : મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં લોકડાઉન 30 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધું છે. વસ્તુ અને લોકો માટે આંતર-રાજ્ય મુસાફરીની મંજૂરી આપવામાં આવી છે. સાથે જ ખાનગી બસ અને મિનિબસ સેવાને ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. જેના માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટ કમિશનર SOP જાહેર કરશે.

અનલોક 4 માટે મહારાષ્ટ્ર સરકાર તરફથી જાહેર ગાઈડલાઈન પ્રમાણે મહારાષ્ટ્રમાં જિલ્લા પ્રતિબંધો હટાવી દેવામાં આવી છે. ઈ-પાસ હટાવી દેવામાં આવ્યો છે એટલે કે હવે મુસાફરી માટે કોઈ પણ મંજુરીની જરૂર નહી હોય. જો કે મેટ્રો, જીમ, સિનેમાગૃહો બંધ રહેશે. ખાનગી ઓફિસો 30% લોકોની ઉપસ્થિતિમાં ખોલવામાં આવશે. જો કે રાજ્યમાં સ્કુલ અને કોલેજ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.

(11:57 am IST)