Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

દેશમાં સામાન્યથી ૧૦ ટકા વધુ વરસી ગયો

હવે તામિલનાડુ, કેરળ, દક્ષિણ કર્ણાટક, ઉત્તર આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશમાં વરસાદનો રાઉન્ડ : સ્કાયમેટ

નવી દિલ્હી,તા. ૧:  વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટે જણાવ્યું છે કે દેશમાં આજ દિન સુધી એટલુ કે ૧ સપ્ટેમ્બર સુધીમાં સામાન્યથી ૧૦ ટકા વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ભારતમાં સામાન્યથી ૨૦ ટકા વધુ મધ્ય ભારતમાં ૨૧ ટકા, પૂર્વોતર ભારતમાં ૨ ટકા વધુ (સામાન્ય થી) વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ભારતમાં સામાન્યથી ૨ ટકાનો ઘટાડો નોંધાયો છે.

ગત ઓગષ્ટમાં બંગાળની ખાડીમાં ઉપરા ઉપરી પાંચ સીસ્ટમ્સ બની હતી. જેની  અસરથી દેશભરમાં વરસાદમા સારા રાઉન્ડ આવ્યા હતા. સપ્ટેમ્બરના પ્રારંભે પણ સારી શરૂઆત થઇ રહી છે.

એક સિસ્ટમ્સ ઉદ્ઙ્ગભવી છે. જો કે આ સિસ્ટમ્સ હવાનું હળવુ દબાણ નહીં બને આ સિસ્ટમ્સ લાંબી નહીં ચાલે પરંતુ વરસાદી એકટીવીટીમાં વધારો જોવા મળશે. ઉત્તર ભારતના ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે.

સાથો સાથ બંગાળની ખાડી અને અરબી સુમદ્રમાંથી ચોમાસાને સપોર્ટ મળી રહ્યો છે. લાંબા સમય બાદ તામિલનાડુ, કેરળ, દક્ષિણ કર્ણાટકમાં લાંબો સમય વરસાદનો સ્પેલ ચાલુ રહેશે. ઉત્તર આંધ્રપ્રદેશથી પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહારમાં તેમજ તા. ૨થી છતિસગઢ, ઉત્તર પ્રદેશ, સુધી વરસાદી માહોલ જોવા મળશે. હળવાથી મધ્યમ વરસશે.

જ્યારે પૂર્વોતર ભારતમાં મધ્યમ વરસાદથી સંભાવના છે. જ્યારે ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ, યુપી, હિમાચલ, જમ્મુ કાશ્મીરમાં વરસાદ પડશે. રાજસ્થાનમાં આજે બાદ તા. ૨ અને ૩ થી ફરી વરસાદ પડશે.

 જ્યારે ગુજરાતમાં હાલમાં ભારે વરસાદની કોઇ શકયતા નથી. સૌરાષ્ટ્ર -ગુજરાતમાં તાજેતરમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. મહારાષ્ટ્રમાં આગામી ત્રણ-ચાર દિવસ ભારે વરસાદની શકયતા બહુ ઓછી છે. પરંતુ વિદર્ભ, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્રથી કોંકણ ગોવા સુધી હળવાથી મધ્યમ વરસાદ પડશે.

(1:00 pm IST)