Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ભારતની કોરોનાની દેશી વેકસીન કોવેકસીનના બીજા ચરણના હ્યુમન ટ્રાયલની તૈયારીઓ શરૂ

હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે આઇસીએમઆરના સહયોગથી આ રસી તૈયાર કરી છે : આ વેકસીન પર દેશને મોટી આશા

નવી દિલ્હી તા. ૧ : ભારતની કોરોનીની દેશી વેકસીન કોવેકસીનના બીજા ચરણના હ્યુમન ટ્રાયલની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ઈસ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને એસયૂએમ હોસ્પિટલમાં ટ્રાયલના પ્રિન્સીપલ ઈનવેસ્ટિગેટર ડો. ઈ વેંકટ રાવે સોમવારે આ વિશે જાણકારી આપી છે. ડો. ઈ વેંકટ રાવે જણાવ્યું કે ટ્રાયલનું પહેલું ચરણ હજુ ચાલુ છે. પરંતુ અમે જલ્દી બીજુ ચરણ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. ધ્યાનમાં રહે કે હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે આઈસીએમઆરના સહયોગથી આ રસી તૈયાર કરી છે. આ વેકસીન પર દેશની મોટી આશા છે.

 

ધ્યાનમાં રહે કે આઈએમએસ અને એસયૂએમ હોસ્પિટલ દેશના તે ૧૨ સ્વાસ્થ્ય સંસ્થાઓમાં સમાવિષ્ટ છે. જેમને આઈસીએમઆરના કોવૈકસીનના હ્યુમન ટ્રાયલ માટે પસંદ કરાયા છે. વેકસીનના ટ્રાયલ માટે વોલેન્ટિયર્સના બ્લડ સેમ્પલ લેવાઈ ચૂકયા છે. જેથી એ જોઈ શકાય કે તે એન્ટીબોડીના સંદર્ભમાં કેટલા અસરદાર છે. ડો. રાવે જણાવ્યું કે પહેલા ચરણના પરિણામ ઉત્સાહજક છે. કોઈ સાઈડ ઈફેકટ જોવા નથી મળ્યા.

રાવે જણાવ્યું કે ૩થી ૭ દિવસથી ચાલેલી સ્ક્રીનિંગ પ્રોસેસમાં પસંદ કરવામાં આવેલા એક વોલેન્ટિયરને રસીના ૨ ડોઝ આપવામાં આવ્યા હતા. પહેલો ડોઝ ઝીરો દિવસથી આપી દેવામાં આવ્યો હતો. બ્લડ સેમ્પલ લેવાયા અને ૧૪ દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવ્યો. આ બાદ બ્લડ સેમ્પલ લેવાયા.

આઈસીએમઆર અને ભારત બાયોટેકની Covaxin એક ઈનએકિટવેટેડ રસી છે. જેને કોરોના વાયરસના તે પાર્ટિકલ્સ માટે તૈયાર કરવામાં આવી છે જેને નિષ્ક્રય કરી દેવાય અથવા મારી નાંખીએ તો તે ચેપ ન ફેલાવી શકે. આ રસીથી એન્ટીબોડી બને છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ હૈદરાબાદની ફાર્મા કંપની ભારત બાયોટેકે દાવો કર્યો હતો કે તેમના વેકિસનના ફેઝ ૧ અને ફેઝ ૨ને હ્યુમન ટ્રાયલને DCGI તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. કંપનીએ એ પણ કહ્યું છે કે ટ્રાયલનું કામ જુલાઈના પ્રથમ સપ્તાહમાં શરૂ કરવામાં આવશે. મહત્વનું છે કે ભારત બાયોટેકને વેકિસન બનાવવાનો જૂનો અનુભવ છે.

(1:01 pm IST)