Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

નવી શિક્ષણ નીતિ-ર૦ર૦

બી.એડ્. કોર્સ માટે સ્કોલરશીપ અને નોકરીની ગેરંટી

નવી દિલ્હી, તા. ૧ : કેન્દ્ર સરકારની ઇચ્છા છે કે હોંશિયાર યુવાનોઅને ડોકટર-એન્જીનીયરની જેમ શિક્ષક બનવા માટે આકર્ષિત કરવામાં આવે. આના માટે તેમને કોર્સ દરમ્યાન સ્કોલરશીપ અને પછી નોકરીની ગેરંટી આપવામાં આવશે. ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓ પર ખાસ ફોકસ રખાશે. હાલમાં મંજૂર રાષ્ટ્રીય શિક્ષણ નીતિની આ જોગવાઇને અમલમાં મૂકવા માટે શિક્ષણ મંત્રાલય આગામી દિવસોમાં યોજનાનું વિસ્તૃત માળખું તૈયાર કરશે પણ સરકારની મૂળ યોજના એ છે કે યોગ્ય વિદ્યાર્થીઓને આકર્ષિત કરવા માટે એક ચાર વર્ષનો સુંદર બી.એડ્. કોર્ષ શરૂ કરવામાં આવે. તેમાં એડમિશન લેનાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને મેરીટના આધારે સ્કોલરશીપ આપવામાં આવશે. બીજુ, કોર્સ પૂરો થયા પછી તેમને સ્થાનિક સ્તરે જ નોકરી ઉપલબ્ધ કરાવી દેવાશે. આ યોજના આમ તો આખા દેશમાં લાગુ થશે, પણ તેનું મુખ્ય ફોકસ ગ્રામ્ય વિસ્તારો પર રહેશે, જયાં યોગ્ય શિક્ષકોની અછત છે.  શિક્ષણ નીતિ અનુસાર, આ યોજનાથી યોગ્ય ઉમેદવારોને સ્થાનિક સ્તરે જ શિક્ષક બનવાની તક મળશે અને તેમને બાળકો વચ્ચે રોલમોડલ તરીકે રજૂ કરાશે. આનો ઉદ્ેશ એ છે કે સરકારી શાળાઓમાં સારા શિક્ષકોની સંખ્યા વધે અને શાળાઓની ગુણવત્તા સુધરે. આ યોજનાને ગ્રામ્ય વિસ્તારોમાં કેન્દ્રીત કરવાની સાથે સાથે પ્રતિભા શાળી વિદ્યાર્થીઓને તેમાં સામેલ થવા માટે પ્રેરિત કરવામાં આવશે.

(1:02 pm IST)