Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ભાજપની ફરિયાદથી ફેસબુકે ભીમ આર્મી પત્રકાર, રવીશકુમાર અને વિનોદ દુઆ સહીત 14 પેજ કર્યા બ્લોક : કોંગ્રેસે ફરી સાંઠગાંઠનો આરોપ મુક્યો

ડિજિટલ સામ્રાજ્યવાદની તાત્કાલીક તપાસ થવી જોઈએ: રાહુલ ગાંધી

નવી દિલ્હી: સોશિયલ મીડિયા નેટવર્કિંગ સાઈટ ફેસબુક  અને વ્હોટ્સએપ સાથે ભાજપની સાંઠગાંઠના સતત આરોપ લાગી રહ્યાં છે. હવે મીડિયામાં આવેલ એક રિપોર્ટ પ્રમાણે, ભાજપના કહેવાથી ફેસબુકે 14 FB પેજ ને બ્લોક કર્યાં હતા. આટલું જ નહીં, ભાજપના કહેવાથી 17 જેટલા ફેસબુક પેજ ને ફરીથી શરૂ કરવા કરવામાં આવ્યા હતા.

ભાજપે લોકસભા ચૂંટણી પહેલા જાન્યુઆરી 2019માં ફેસબુકના 44 FB પેજની એક યાદી આપી હતી. આ યાદીમાં સામેલ ફેસબુક પેજનો ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. આથી તેને બંધ કરવાની માંગ મૂકવામાં આવી હતી. ભાજપનો દાવો હતો કે, આ પેજ નિર્ધારિત માપદંડોનું પાલન નથી કરી રહ્યાં અને તથ્યહીન પોસ્ટ કરી રહ્યાં છે. સોમવારે જ્યારે ચેક કરવામાં આવ્યું, ત્યારે તેમાંથી 14 પેજ ફેસબુક પર નહતા.

ભાજપ દ્વારા જે FB પેજને બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. તેમાં ભીમ આર્મીનું સત્તાવાર એકાઉન્ટ “વી હેટ બીજેપી” (We Hate BJP), કોંગ્રેસનું સમર્થન કરનારા બિનસત્તાવાર પેજ અને “ધી ટ્રૂથ ઓફ ગુજરાત” (The Truth Of Gujarat) જેવા ફેસબુક પેજ સામેલ છે.આ મામલે ફરિયાદ મળ્યા બાદ ફેસબુક દ્વારા જે પેજને બંધ કરવામાં આવ્યાં છે. તેમાં પત્રકાર રવીશ કુમાન અને વિનોદ દુઆના સમર્થન વાળા પેજ પણ સામેલ છે.

ગત વર્ષે નવેમ્બરમાં ભાજપે ફેસબુક ઈન્ડિયાને ફેસબુકથી હટાવવામાં આવેલા 17 પેજને ફરીથી શરૂ કરવા અને અન્ય બે ન્યૂઝ વેબસાઈટ્સને મોનેટાઈઝ કરવા માટે કહ્યું હતું. જે વેબસાઈટને ભાજપ દ્વારા મોનેટાઈઝ કરવા માટે કહેવામાં આવ્યું હતું, તેમાં “ચૌપાલ” અને “ઓપઈન્ડિયા”નું નામ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપની અપીલ બાદ તમામ 17 પેજોને ફરીથી શરૂ કરવામાં આવ્યા છે. ફેસબુકે ભાજપને જણાવ્યું હતું કે, આ 17 પેજ ભૂલથી હટાવી દેવામાં આવ્યા હતા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકન અખબર ધી વૉલ સ્ટ્રીટ જર્નલ (WSJ)નો રિપોર્ટ શેર કરીને ફેસબુક પર નિશાન સાધ્યું છે. રાહુલે કહ્યું છે કે,ઈન્ટરનેશનલ મીડિયાએ ભારતના લોકતંત્ર અને સામાજિક સદ્દભાવ પર ફેસબુક અને વ્હોટ્સએપના હુમલાને ઉજાગર કર્યો છે. આ માટે તાત્કાલીક તપાસ થવી જોઈએ અને દોષી મળી આવવા પર સજા થવી જોઈએ. કોઈને પણ આપણા દેશની બાબતોમાં હસ્તક્ષેપ કરવાની મંજૂરી ના આપી શકાય”

WSJના રિપોર્ટ પ્રમાણે, ફેસબુક ઈન્ડિયાની પબ્લિક પૉલિસી હેડ અંખા દાસનું ભાજપ પ્રત્યે પક્ષપાતી વલણ જોવા મળ્યું છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની જીત પ્રાપ્ત કરવાના એક દિવસ પહેલા અંખી દાસે પોસ્ટ કરી હતી કે, “અમે તેમના સોશિયલ મીડિયા કેમ્પેઈનમાં એક આગ લગાવી દીધી હતી અને ખરેખર પછી જે થયું તે ઈતિહાસ છે.” આ સિવાય રિપોર્ટમાં કહેવાયું છે કે, કોંગ્રેસના કારમા પરાજય પર અંખી દાસે અલગ પોસ્ટમાં PM મોદીની પ્રશંસા કરી હતી.

, WSJના અગાઉના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, બિઝનેસનો આધાર આપતા ભારતમાં ફેસબુકની ટૉપ પબ્લિક પોલિસી એક્ઝીક્યૂટિવે BJP સાથે સંકળાયેલા ગ્રુપ્સ પર હેટ સ્પીટ રૂલ્સ લાગૂ કરવાનો વિરોધ કર્યો હતો.

(1:32 pm IST)