Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

જીડીપી એટલે શું ? કેવી રીતે થાય છે ગણતરી : સામાન્ય માણસને પણ સમજાય તેવી સરળ વાતો : વાંચો ફટાફટ

દર ત્રણ મહિને મુકાય છે ત્રિમાસિક અંદાજ : કૃષિ-ઉદ્યોગ સહીત ત્રણ ભાગ હોય છે સામેલ : તૈયાર થતી પ્રોડક્ટ અને સર્વિસ ઉભી કરી તેની માર્કેટ વેલ્યુ સહિતના લેખાજોખા

નવી દિલ્હી: કોરોના મહામારીના પ્રકોપ અને જીવલેણ વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવાના ભાગરૂપે લાગૂ કરવામાં આવેલ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનના કારણે દેશની અર્થ વ્યવસ્થા પર માઠી અસર થઈ છે. સત્તાવાર આંકડા અનુસાર, ચાલુ નાણાંકીય વર્ષ 2020-21માં એપ્રિલ-જૂન દરમિયાન અર્થ વ્યવસ્થામાં 23.9 ટકાનો અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. આ દરમિયાન કૃષિને બાદ કરીનેકોઈ પણ દેશની આર્થિક સ્થિતિનું આકલન કરવા માટે સૌથી મહત્વનું માપદંડ છે ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોફિટ એટલે કે GDP. જેનો અર્થ એ થયો કે, એક નાણાંકીય વર્ષ દરમિયાન કોઈ દેશે કેટલી રકમની પ્રોડક્ટ્સ અને સર્વિસ ઉભી કરી. એટલે કે જે-તે વર્ષ દરમિયાન દેશભરમાં તૈયાર કરવામાં આવેલ સેવાઓ અને ઉપ્તાદનોની માર્કેટ વેલ્યુ કેટલી રહી?

દેશના વિકાસનું માપદંડ મનાતા GDPનો અંદાજો ભારતમાં દર ત્રણ મહિને એટલે કે દર ત્રિમાસિકે કરવામાં આવે છે. એટલે કે એપ્રિલથી માર્ચ સુધી ચાલનારા નાણાંકીય વર્ષ દરમિયાન કુલ 4 ત્રિમાસિક (એપ્રિલ-જૂન, જુલાઈ-સપ્ટેમ્બર, એક્ટોબર-ડિસેમ્બર અને જાન્યુઆરી-માર્ચ)માં તેનું આકલન કરવામાં આવે છે.

કોઈ પણ અન્ય દેશની જેમ આપણા દેશમાં પણ GDP ત્રણ ભાગમાં સામેલ છે. કૃષિથી તૈયાર થતું ઉત્પાદન, ઉદ્યોગ જગત દ્વારા તૈયાર થતી પ્રોડક્ટ્સ અને દેશમાં સર્વિસ સેક્ટર દ્વારા પૂરી પાડવામાં આવનારી સેવાનું કુલ મૂલ્ય. આ ત્રણ સેક્ટરમાં ઉભા થયેલા ઉત્પાદનના વધવા કે ઘટવાના આધાર પર દેશની GDPમાં પણ વધઘટ થતી રહે છે.

આથી જ્યારે પણ GDPનો આંકડો વધતો જાય છે, ત્યારે તેને દેશના વિકાસનો પુરાવો માનવામાં આવે છે. આજ રીતે જ્યારે આ આંકડામાં ઘટાડો નોંધાય છે, ત્યારે દેશના વિકાસ પર બ્રેક લાગી જાય છે. એટલે કે દેશની આર્થિક શાખ ઘટતી જોવા મળે છે.

GDPની ગણતરી કરવા માટેના બે માપદંડ હોય છે. સ્થિર કિંમત એટલે કે, કોન્સ્ટન્ટ પ્રાઈઝ અને હાલની કિંમત એટલે કે કરન્ટ પ્રાઈઝ. સ્થિર કિંમતનો અર્થ એ થયો કે, કોઈ એક વર્ષને આધાર વર્ષ એટલે કે બેઈઝ વર્ષ માનવામાં આવે છે અને પછી દર વર્ષે ઉત્પાદન (પ્રોડક્ટ્સ)ની કિંમતમાં તુલનાત્મક વધારો કે ઘટાડો આ વર્ષના આધારે નક્કી કરવામાં આવે છે. જેથી ફેરફારને મોંઘવારીની ચડ-ઉતરથી ઉપર માપવામાં આવી શકે. વર્તમાન કિંમતોના આધાર પર GDP નક્કી કરતા સમયે તેમાં હાલનો મોંઘવારી દરને પણ આધાર બનાવવામાં આવે છે.

જેને સામાન્ય બોલચાલની ભાષામાં સમજવા માટે માની લો કે, 2010ને આધાર વર્ષ માની લીધા બાદ 2011માં આપણા દેશમાં 1000 રૂપિયાના મૂલ્યની 300 વસ્તુઓ અને સર્વિસનું ઉત્પાદન થયું અને આપણી કુલ GDP ત્રણ લાખ રૂપિયા રહી.

જ્યારે 4 વર્ષ બાદ 2015માં કુલ 200 વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થયું, પરંતુ ત્યાં સુધી તેનું મૂલ્ય 1500 રૂપિયા થઈ ચૂક્યું હતું. આમ સામાન્ય GDP ત્રણ લાખ રૂપિયાની રહી, પરંતુ આધાર વર્ષના હિસાબે જોઈએ તો, તેની કિંમત 1000 રૂપિયાના હિસાબે માત્ર 2 લાખ રૂપિયા રહી ગઈ. આથી GDPમાં ઘટાડો નોંધવામાં આવ્યો.

(1:39 pm IST)