Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

વેતન કપાતને લીધે ભાડું ચૂકવવું ભારી પડી રહ્યું છેઃ મુંબઈ, કલકત્તા, દિલ્હી, પુણે બધે એક જ હાલાકી

કોરોનાની અસર મહાનગરોમાં રહેતા PGને પણ થઇ છેઃ PGમાં રહેવા નથી માંગતા

 નવી દિલ્હીઃ મુંબઈ, કલકત્તા, દિલ્હી, પુણે જેવા મહાનગરોમાં હાલ ખાનગી કંપનીઓએ કર્મચારીના વેતનમાં કપાત  કર્યું છે તેવાં કર્મચારીઓ માટે મકાન ભાડું ચુકવવામાં ભારે હાલાકી જોવા મળી રહી છે. ભાડાની ચુકવણીના કરી શકતા લોકો આજે ઘરે બેસી ગયા છે. એક તરફ અનેક લોકોની નોકરી છીનવાઈ ગઈ છે અને અનેક લોકોને મકાનના ભાડા ચૂકવવા માટે પૈસા નથી તેવામાં લોકો કોરોનાના ભય હેઠળ PG માં પણ રહેવા નથી માંગતા કારણકે ત્યાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અદ્યરું થઇ પડે છે આથી લોકો PG માં રહેવાનું ટાળે છે તેવામાં ભાડાના મકાન આપનાર મકાન માલિકોની સ્થિતી પણ ખરાબ થઇ છે. અનેક લોકો લોકડાઉન સમયથી જ દ્યરે બેસી ગયા છે તેવામાં અનેક મકાન , ફ્લેટ ખાલી પડ્યા છે. 

કર્મચારીઓના વેતનમાં કાપ

લોકડાઉનને પગલે અનેક લોકોની હાલત ખરાબ થઇ હતી અનેક કંપનીઓએ તેમના કર્મચારીના વેતનમાં કાપ મુકયો છે. કેટલીક કંપનીઓને તો તાળા મારવાની સ્થિતિ આવી ગઈ છે તેવામાં હાઉસિંગ માર્કેટમાં ખુબ મંદી જોવા મળી છે. ધીમે ધીમે હાલત સુધરે તેવા પ્રયત્નો થઇ રહ્યા છે. કે. નાગપાલ અધ્યક્ષ, એસોસિએટ ઓફ પ્રોપર્ટી પ્રોફેશનલ્સ

(2:43 pm IST)