Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ભારત-ચીન બોર્ડર ઉપર સુરક્ષાને પગલે ચરિયાણને અસરઃ સરહદ નજીક પશુઓને ચરાવવા જવાની મનાઈ

બહોળી સંખ્યામાં મરી રહી છે પશ્મિના જાતિની બકરીઓ LOC ખેંચતાણની અસર

નવી દિલ્હી, તા. ૬ : ભારત-ચીન સીમા ઉપર છેલ્લા કેટલાક સમયથી વાતાવરણ ગરમ છે. ગલવાન ઘાટી હોય કે ગોગરા, માન ગામ હોય કે ચાંગથાગ, અત્યાર સુધીની પરિસ્થિતિના સાક્ષી ત્યાંના સ્થાનિકો છે. હાલ જે સ્થિતિ છે તેને લીધે ત્યાંની વિશ્વ પ્રસિધ્ધ પશ્મિના જાતિની બકરીઓ ઉપર અસર વર્તાઈ રહી છે. સીમા સુરક્ષાને લીધે ત્યાંના દ્યાસના મેદાનોમાં જવાની મનાઈ કરી દેવામાં આવી છે. દ્યાસના મેદાનોમાં જવાની મણિના લીધે બકરીઓના બચ્ચાંઓ ખુબ મોટી સંખ્યામાં મરી રહ્યા છે. હકીકતમાં સિંધુ નદીના કાંઠે જે દ્યાસના મેદાન છે ત્યાં આ માલધારી તેમના પશુધનને ચરવા માટે લઇ જતા હોય છે પરંતુ અત્યારે ચીનની દ્યુસણખોરીના લીધે ભારતની સુરક્ષા અનેક ગણી વધારી દેવામાં આવી છે. ત્યાં જે દ્યાસના મેદાન છે ત્યાં ટેન્ક અને લડાઈની તૈયારીના ભાગરૂપે સજ્જ સેનાએ ખડી કરી દેવામાં આવી છે.

દેમચોકે ,હનલે, કરજોક, ચુમાર,અને ચુશૂલ , વિસ્તારોમાં દ્યાસના મેદાનો છે અત્યારે આ દ્યાસના મેદાનો જ ટેંશન પોઇન્ટ બન્યા છે. સેનાના કહ્યા મુજબ જાસૂસી અને નુકશાનીની ભીતિના પગલે આ વિસ્તારને જાણે સીલ કરી દેવામાં આવ્યો છે જેને પગલે ભારતની સીમા ઉપર આ પ્રકારના માલધારી ઉપર ખુબ અસર જોવા મળી રહી છે.

માનવામાં આવે છે કે પશ્મિના જાતિની બકરીઓના ઉનની કિંમત વિશ્વમાં ૧ લાખ સુધીની છે તેવામાં આટલી મોટી સંખ્યામાં બકરીના મૃત્યુના સમાચાર માલધારીઓ માટે મોટી નુકશાની વાત કહી શકાય ચીનની કૂટનીતિને પગલે આ દ્યાસના મેદાનમાં હવે કોઈ જઈ શકતું નથી.

માલધારીઓ પાસેથી જમીન હડપી જાય છે ચીન

ચરિયાણ માટે માલધારી જે મેદાનોમાં તેમના પશુધન ચરાવા માટે લઇ જાય છે. માલધારી નેતા અને જમ્મુ કાશમીરન પૂર્વ મંત્રી ચેરિંગ દોજેજણાવે છે કે ચીન પોતાના માલધારીઓને સીમાની આ તરફ આવીને ચરાવા માટેની છૂટ આપે છે ધીમે ધીમે ચરાવાના સમયને લીધે ચીન મેદાનને જ પોતાનું છે તેમ સાબિત કરીને જમીન હડપી લે છે. ચીનની આ જુદી આદત છે. વર્ષોથી ચીન આવું કરતુ આવ્યું છે. ચીન તેના માલધારીઓને સીમા રેખા નજીક અન્ય પ્રાથમિક સુવિધા આપીને સીમા પાસે જ રહેવા માટે પ્રોત્સાહન આપે છે જેને લઈને જમીન હડપી શકે.

ઘાસના મેદાનમાં બકરીઓને ચરવાની છુટ આપો

ભાજપના પૂર્વ અધ્યક્ષ ચેરિંગ દૌરજય છેલ્લા દિવસોમાં કહ્યું હતું કે ચીની રેખા નજીક ચરિયાણ માટેની મનાઈ કરી દેવા કરતા ત્યાંની સુરક્ષાને બીજી રીતે જોઈ ને ત્યાંના માલધારીઓને દ્યાસના મેદાનોમાં ચરાવાની છૂટ દેવી જોઈએ સ્થાનિક લોકોને ભય છે કે જો ચીન સાથેના સબંધ હજુ આમ જ ગરમ રહેશે તો તેમને તેમની કેટલી જમીન ગુમાવવી પડશે તેનો અંદાજ માંડવો જ મુશ્કેલ બની રહેશે.

(2:44 pm IST)