Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરશો તો ડીસેમ્બર સુધી બે લાખ જીંદગી બચી જશે

યુનિવર્સિટી ઓફ વોશીગ્ટન ઇન્સ્ટીટયુટ ફોર હેલ્થ મેટ્રીકસનો સર્વે : માસ્કના ઉપયોગથી સંક્રમણમાં ૪૦ ટકાનો ઘટાડો થાય : સાદા કપડાના માસ્ક પણ અસરકારક સાબીત થઇ શકે

નવી દિલ્હી : માસ્કના ઉપયોગ અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાના પગલાઓથી ડીસેમ્બર મહીના સુધી ર લાખ જીવન કોરોના વાયરસથી બચાવી શકાય છે. તેવું ગાય શનિવારે અપાયેલ આંકડાઓમાં કહેવાયું છે. માસ્કના ઉપયોગ, સયલશ્યલ ડીસ્ટન્સીંગ અને અન્ય સરકારી દિશા નિર્દેશોના પાલનથીમ હામારીના ફેલાવાતો રોકવામાં મદદ મળશે તેવું પણ તેમાં કહેવામાં આવ્યું છે.

યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનની ઇન્સ્ટીટયુ ફોર હેલ્થ મેટ્રીકસ એન્ડ ઇવેલ્યુશનના ડોકટર ક્રીસ્ટોફોર મરે જેમણે આ અભ્યાસ કર્યો હતો. તેમણે કહયું કે મહામારી અંગે થયેલા વિવિધ અભ્યાસોનું  વિશ્વેષણ કરતા જાણવા મળ્યું છે કે માસ્કના ઉપયોગથી  રોગના સંક્રમણમાં ૪૦ ટકા ઘટાડો થાય છે. ભારતમાં આટલી મોટી વસ્તી હોવાથી ઘણો ફરક પડી શકે છે અને તેનાથી આર્થિક ગતિવિધિેન પણ કોઇ અસર નથી થતી અને તે મહામારીને રોકવાનો સૌથી સસ્તો ઉપાય છે. તેમણે વધુમાં કહયું કે આનના માટે મોંઘા અને ૯પ માસ્ક પહેરવાની જરૂરશ નથી સાદા કપડાના માસ્ક પણ અસરકારક બની શકે છે.

(2:44 pm IST)