Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

સુશાંતની બહેનને તેની મેન્ટલ કંડીશન વિશે જાણ હતી? બંને વચ્ચેની ૮ જૂનની વોટસએપ ચેટમાં હકીકત આવી સામે

પ્રિયંકાએ કઈ દવા લેવી તે અંગે સુશાંતને કહેલઃ દવા માટે પ્રિસ્ક્રિપ્શન પણ મોકલેલ

મુંબઇ, તા.૧: સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે વધુ એક વોટ્સએપ ચેટ સામે આવી છે. આ ચેટ સુશાંતના પરિવાર અને બહેનોને તેની મેન્ટલ હેલ્થ વિશે જાણ હોવા તરફ ઈશારો કરી રહી છે. આ ચેટમાં સુશાંતની બહેન પ્રિયંકા સુશાંતને તેની ટ્રીટમેન્ટ અને જે દવાઓ તે લઈ રહ્યો હતો, તેને લઈને વાતચીત કરી રહ્યાં હતા. પટનામાં કરાયેલી એફઆઈઆર મુજબ, સુશાંતના પિતાએ દાવો કર્યો છે કે, તેમને સુશાંતની મેન્ટલ હેલ્થ વિશે કોઈ જાણકારી નહોતી. તેમણે એવું પણ કહ્યું હતું કે પરિવારની જાણકારી વિના સુશાંતની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી.

જયારે લેટેસ્ટ વોટ્સએપ ચેટથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે, હકીકતમાં ડોકટરની તપાસ વિના પરિવાર સુશાંતને દવાઓ વિશે સજેશન આપી રહ્યું હતું. મીડિયો રિપોર્ટ્સ મુજબ, આ ચેટ ૮ જૂને સુશાંત અને પ્રિયંકા વચ્ચે થઈ હતી. જેમાં પ્રિયંકા સુશાંતને બ્રેકફાસ્ટ પછી એક સપ્તાહ સુધી Librium લેવાનું કહે છે. ત્યારબાદ રોજ એકવાર 10 mg¨À nexito લેવાનું શરૂ કરવાની વાત કહી હતી. તેણે સુશાંતને એવું પણ કહ્યું હતું કે, જો કયારેય પણ એન્ગ્ઝાઈટી એટેક આવે તો Lonazep સાથે રાખવી.

ચેટમાં સુશાંતે કહ્યું પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓ નહીં મળી શકે, તો પ્રિયંકા કહે છે કે તે પ્રિસ્ક્રિપ્શન માટે તેને કોલ કરશે. પ્રિયંકાએ સુશાંતને મેસેજ કર્યો-અહીં મારી એક મિત્ર જાણીતી ડોકટર છે. જે તને મુંબઈ બેસ્ડ ડોકટરથી કનેકટ કરાવી દેશે અને આ બધું ગોપનીય રહેશે. ચિંતા કરવાની જરૂર નથી.

એટલું જ નહીં, પ્રિયંકાએ સુશાંતને દવાઓનું પ્રિસ્ક્રિપ્શન મોકલ્યું અને કહ્યું-બાબૂ આ પ્રિસ્ક્રિપ્શન છે અને જો કોઈ પ્રોબ્લેમ થાય તો જણાવી દેવું કે આ ઓનલાઈન કન્સલ્ટેશન છે. આ રીતે સુશાંત અને તેની બહેન વચ્ચેની વાતચીતની વોટ્સએપ ચેટ આવી છે.

(2:44 pm IST)