Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

બે વર્ષ સુધી મોરીટોરીયમ શકયઃ કેન્દ્ર અમે બધા પક્ષને સાંભળીશું: કાલે વધુ સુનાવણીઃ સુપ્રીમ

નવી દિલ્હી તા. ૧: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં મોરીટોરીયમ અંગે જણાવેલ કે રીઝર્વ બેન્કના સકર્યુલર મુજબ લોન દેવામાં છુટની અવધી ર વર્ષ સુધી લંબાવી શકાય છે.

દરમિયાન વ્યાજનું વ્યાજ લાગવાના સવાલ અંગે કેન્દ્રએ જણાવેલ કે, આરબીઆઇ અને બેન્કર એસોસીએશનની સંયુકત બેઠકમાં આ અંગેનું સમાધાન નિકળી શકે છે.

મોરીટોરીયમની અરજી ઉપર સુપ્રીમમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર તરફથી હાજર થયેલ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ જણાવેલ કે લોન ભરવામાં છુટની સીમા બે વર્ષ સુધી વધારી શકાય છે.

આ અંગે સુપ્રીમ કોર્ટે જણાવેલ કે આ મામલે વધુ સુનાવણી કાલે બુધવારે થશે. સુપ્રીમે વધુમાં જણાવેલ કે આ અંગે તેઓ બધા પક્ષોને સાંભળશે. આ મામલાની સુનાવણી જસ્ટીસ અશોક ભુષણની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચ કરી રહી છે.

અરજદાર ગજેન્દ્રસિંહના વકીલ વિશાલ તિવારીએ જણાવેલ કે આ જનહિત સાથે જોડાયેલ મામલો છે. સુપ્રીમે ગયા અઠવાડીયે જ આ અંગે કેન્દ્રની સલાહ માંગેલ અને કહેલ કે કેન્દ્ર સરકાર આરબીઆઇની પાછળ ન છુપાઇ શકે, તેણે પોતાનો વિચાર સ્પષ્ટ કરવો જોઇએ.

જો કે સોલીસીટર જનરલ તુષાર મહેતાએ સુનાવણી દરમિયાન જણાવેલ કે મોરીટોરીયમ સાથે અન્ય મુદ્દાઓ સામેલ છે. જીડીપી ર૩ ટકા થયો છે અને હાલ અર્થવ્યવસ્થા ઉપર પણ દબાણ છે.

(2:45 pm IST)