Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

બ્રાઝીલમાં કોરોના ડરામણોઃ કુલ ૧.ર૧ લાખના મોત

કુલ સંક્રમિતોની સંખ્યા ૩૯,૦૮,ર૭રઃ ૪પ,૯૬૧ નવા કેસ નોંધાયા

નવી દિલ્હી તા. ૧ : બ્રાઝીલમાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન વૈશ્વીક મહામારી કોરોનાથી પ૩૩ ના મોત થયા બાદ દેશમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ૧,ર૧,૩૮૧ થઇ છે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આ દરમ્યાન કોરોનાના ૪પ,૯૬૧, નવા કેસ પણ નોંધાયા છે. ત્યારબાદ દેશમાં કોરોના સંક્રમિત થનારા આંકડા ૩૯,૦૮,ર૭ર સુધી પહોંચી ગયો છે.

બ્રાઝીલમાં સતત પાંચમાં દિવસે વાયરસનો પ્રકોપથી એક હજારથી વધુના મોત થયા છે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત સાઓ પાઉલોમા કોરોનાથી અત્યાર સુધીમાં ત્રીસ હજારથી વધુના મોત થયા છે. અમેરિકા બાદ બ્રાઝીલ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થનારો બોજી દેશ છે. જયારે ત્રીજા નંબરે ભારત છે.

બીજી બાજુ ભારતમાં કોરોના કેસ હવે સમગ્ર વિશ્વના રેકોર્ડ તોડી રહ્યો છે. દેશના કોરોના રફતાર હવે તેજી પકડી રહી છેજેના આંકડા ડરામણા છે.

(2:45 pm IST)