Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

દેશમાં કોરોનાના લગભગ ૪૩ ટકા કેસ ૩ રાજયોના

મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક છે મોખરે : કોરોનાના કારણે થયેલા મોતમાં પ૦ ટકા આ ત્રણ રાજયોમાં

નવી દિલ્હી તા. ૧ :.. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે કહયું કે ભારતમાં કોવિદ-૧૯ના કુલ કેસમાંથી લગભગ ૪૩ ટકા કેસ ફકત ત્રણ રાજયો મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં છેે. મંત્રાલયે કહયું કે કેન્દ્ર જયાં કોરોના વાયરસ સંક્રમણના વધારે કેસ આવી રહ્યા છે અને કોરોનાનો મૃત્યુ દર વધારે છે તેવા રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નિયમિત સંપર્કમાં છે.

મંત્રાલયે કહયું કે આવા રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ટેસ્ટીંગની સંખ્યા વધારવા અને મોતની સંખ્યા ઘટાડવા માટે અસરકારક મેડીકલ સેવાઓ સુનિશ્ચીત કરવા તાત્કાલીક પગલાઓ લે.

મંત્રાલયે કહયું કે ભારતમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના ૭૮પર૧ નવા કેસો જાહેર થયા છે અને કેટલીક મીડીયા સંસ્થાઓ દ્વારા તે ૮૦ હજાર હોવાના સમાચારો જાહેર થયા છે. પાયાવિહોણા છે.

મંત્રાલયે કહયું કે ર૪ કલાકમાં જાહેર થયેલા નવા કેસોમાંથી ૭૦ ટકા કેસ સાત રાજયોમાંથી છે. તેમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં લગભગ ર૧ ટકા કેસ જાહેર થયા છે. ત્યાર પછી આંધ્ર પ્રદેશમાં ૧૩. ટકા, કર્ણાટકમાં ૧૧.ર૭ ટકા અને તમિલનાડુમાં ૮.ર૭ ટકા કેસ જાહેર થયા છે. મંત્રાલયે કહયું કે છેલ્લા ર૪ કલાકમાં થયેલા મોતમાંથી લગભગ પ૦ ટકા મોત આ ત્રણ રાજયોમાં મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં થયા છે. તેમાં પણ મહારાષ્ટ્રમાં સૌથી વધારે એટલે કે ૩૦.૪૮ ટકા મોત થયા છે.

(2:46 pm IST)