Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ચાલુ નાણાકીય વર્ષનાં તમામ ચાર ત્રિમાસિક ગાળામાં વાસ્તવિક જીડીપી ઘટશે: SBI રિપોર્ટ

બીજા ક્વાર્ટરમાં 12 થી 15 ટકાનો ઘટાડો અને ત્રીજા ક્વાર્ટરમાં -5 થી -10 ટકાની વચ્ચે રહેશે.

નવી દિલ્હી : ભારતીય સ્ટેટ બેન્ક (SBI) નાં રિસર્ચ રિપોર્ટ- ઇકોરૈપના અનુમાન મુજબ વર્તમાન નાણાકીય વર્ષ 2020-21માં ભારતની વાસ્તવિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) માં 10.9 ટકાનો ઘટાડો થશે. ચાલુ નાણાકીય વર્ષ એપ્રિલ-જૂન મહિનાના પ્રથમ ક્વાર્ટરમાં દેશના અર્થતંત્રમાં રેકોર્ડ 23.9 ટકાનો ઘટાડો થયો છે. પાછલા નાણાકીય વર્ષનાં સમાન ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસ દર 5.2 ટકા હતો. અગાઉ, એસબીઆઈ-ઇકોરૈપમાં વાસ્તવિક જીડીપી 6.8 ટકા ઘટવાનું અનુમાન હતું. ગયા નાણાકીય વર્ષનાં જાન્યુઆરી-માર્ચના ચોથા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 3.1 ટકા રહ્યો હતો.

SBI રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે કે, "અમારૂ પ્રારંભિક અનુમાન એ છે કે ચાલુ નાણાકીય વર્ષના તમામ ચાર ત્રિમાસિક ગાળામાં વાસ્તવિક જીડીપી ઘટશે. આખા નાણાકીય વર્ષ માટે જીડીપીમાં 10.9 ટકાનો ઘટાડો થશે. "અહેવાલમાં જણાવાયું છે કે વાસ્તવિક જીડીપી વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 12 થી 15 ટકાનો ઘટાડો કરશે. તે ત્રીજા ક્વાર્ટરમાં -5 થી -10 ટકાની વચ્ચે રહેશે. એ જ રીતે, વાસ્તવિક જીડીપી ચોથા ક્વાર્ટરમાં બેથી પાંચ ટકા સુધી ઘટશે.

(5:26 pm IST)