Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

પેંગોંગ લેક વિવાદનો એક જ અંત, ભારતની ફરીથી હાર

સંપાદકે ભારતને ફરીથી હરાવવાની આહલેક કરી : ગ્લોબલ ટાઈમ્સે આક્ષેપ કર્યો કે, ભારતીય સેનાએ પેંગોંગ લેક, રેકિનની પાસે વાસ્તવિક નિયંત્રણ રેખાને પાર કરી

બેઈજિંગ, તા. પૂર્વ લદ્દાખમાં વારંવારની ઘુસણખોરી કરનારા ચીને ભારતને ખુલ્લી ધમકી આપી છેચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે પોતાના સંપાદકીય લેખમાં લખ્યું છે કે, ભારત ચીન સાથે ટક્કરમાં ઉતરી શકે તેમ નથી. સંપાદક હૂ શિજિએ ટ્વીટ કરીને દાવો કર્યો છે કે, પેંગોંગ વિવાદનો અંદ ભારતની હારમાં થશે.

હૂએ ટ્વીટ કર્યું કે, ભારતીય સેનાએ સીમા પર ફરીથી સ્ટંટ કર્યો છે. તેમને હંમેશા લાગે છે કે ચીન તમામ સ્થિતિ વિશે વિચારીને ઉશ્કેરણી પર સમાધાન કરશે. સ્થિતિને હવે ખોટી સમજી શકાય નહીં. જો પેંગોંગ લેક પાસે કોઈ વિવાદ છે તો તેનો અંત માત્ર ભારતીય સેનાની હારમાં થશે. ત્યારબાદ હૂએ વધુ એક ટ્વીટ કર્યું કે, પેંગોંગ લેકના દક્ષિણ કિનારા પર ચીનનું વાસ્તવિક નિયંત્રણ છે. ૧૯૬૨માં ચીનની સેનાએ ભારતીય સેનાને અહિંયા હરાવી હતી. વખતે ભારતીય સેના યથાસ્થિતિને બગાડવાના પ્રયાસ કરી રહી છે. મને આશા છે કે, ભારત તે ભૂલનું પુનરાવર્તન નહીં કરે. સમાચાર પત્રના સંપાદકીયમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ભારતીય સેના પેંગોંગ લેક અને રેકિનની પાસે વાસ્તવિક નિયંત્રણ રેખાને પાર કરી છે. જૂનમાં ગલવાન ખીણમાં થયેલી હિંસા બાદ ભારતે કંઈક વધારે પ્રતિક્રિયા કરીને ચીન પર આર્થિક પ્રતિબંધ મૂકી દીધા હતા.

(10:17 pm IST)