Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ચીનની દરેક ચાલબાજી માટે હિન્‍દુસ્‍તાન તૈયારઃ ભારતીય સેનાની વિકાસ રેજીમેન્‍ટ બટાલિયન જવાનોએ ચીનની નાપાક કોશિશ પર પાણી ફેરવી દીધુ

નવી દિલ્લીઃ ગલવાન ઘાટીમાં હિંસક અથડામણ પછી ચીન અને ભારતમા સતત તનાવ વધી રહ્યો છે. બંને દેશો વચ્‍ચે ફરી તનાવપૂર્ણ સ્‍થિતિ બની છે જેને લઇ ભારતીય સેના મુંહતોડ વજવાબ આપવા તૈયાર ભારતીય સેનાની વિકાસ રેજીમેન્‍ટ બટાલિયનના જવાનોએ પેંગોન્‍ગમાં ચીની સૈનિકોને જડબાતોડ જવાબ આપ્‍યો.

સૂત્રોના મુતાબિક ઉતરાખંડના આ જવાનોને પેન્‍ગોન્‍ગ વિસ્‍તારમા તૈનાત કર્યા હતા બટાલિયનએ ચેલએસીપર એવી સ્‍ટ્રેટિજિક હાઇટને પોતાના કવરમાં લીધી જેના પર ચીની સેનાની નજર હતી આ હિસ્‍સો ભારતીય જમીનમાં આવે છે ચીન આના પર દાવો કરી રહ્યુ હતુ ચીની સૈનિકોની કોશિશ હતી આ હિસ્‍સો ભારતીય જમીનમા આવે છે ચીન આના પર દાવો કરી રહ્યુ હતુ ચીની સૈનિકોની કોશિશ હતી આ વિસ્‍તારને પોતાના કબજામાં લઇલે જેથી એમના ભારતીય સેના સામે ફાયદો થાય ભારતીય જવાનોએ ચીનના પ્‍લાનને ઘરાશાયી કરી નાખ્‍યો.

(11:11 pm IST)